વિશ્વકપમાં ઈંગ્લેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમ ભગવા રંગની જર્સી સાથે ઉતરશે, લોકોએ ટ્વિટર આપી આવી પ્રતિક્રિયા

આઈસીસી વિશ્વકપમાં ભારતના ખેલાડીઓ તમને નીલા રંગના કપડામા જોવા મળશે પણ ઈંગ્લેન્ડની સાથે યોજાનારી મેચમાં ભારતે પોતાની વૈકલ્પિક જર્સીનો ઉપયોગ કરવાની ફરજ પડશે. આ નિયમના લીધે ભારતીય ટીમના ખેલાડીઓ તમને કેસરીયા રંગની જર્સીમાં જોવા મળશે. આમ આ ભગવા રંગની અલ્ટરનેટીવ જર્સીના લીધે સોશિયલ મીડિયામાં ટીકા-ટિપ્પણીઓ થવા લાગી છે.

ભારતની ટીમ જ્યારે ઈંગ્લેન્ડની સાથે ટકરાશે ત્યારે વિશ્વકપના નિયમ મુજબ મેજબાન ટીમે પોતાના પરંપરાગત કપડામાં જ મેદાનમાં ઉતરવાનું રહે. થઈ એવું રહ્યું છે કે ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમના કપડાનો રંગ એક જ જેવો છે અને તેના લીધે ઈંગ્લેન્ડ ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડમાં હોવાથી તે પોતાના કપડાનો બદલાવી શકે નહીં. આથી ભારતની ટીમે પોતાની અલ્ટરનેટિવ જર્સીનો ઉપયોગ કરવો પડશે જે પાછળ કેસરી રંગની દેખાઈ છે જ્યારે આગળ તેનો રંગ નીલો છે. આ જર્સીના ભગવા રંગને લોકોને નીચે મુજબની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

READ  દિનેશ કાર્તિકને BCCI દ્વારા આપવામાં આવી શો કોઝ નોટિસ

 

 

https://twitter.com/UdaybirSingh86/status/1131532718200709120

ટ્વીટ કરીને લોકો આ જર્સીનો કલર બદલવાની માગણી ભારતના ક્રિકેટ બોર્ડની પાસે કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જ્યારે એક યુઝર્સે લોકસભાની ચૂંટણીના પરિણામ સાથે આ જર્સીના રંગને સરખાવીને લખ્યું કે ઈતિહાસમાં પહેલી વખત એવું થશે કે ભારતની ટીમ ભગવા રંગની જર્સીમાં રમશે. મોદી હૈ તો મુમકીન હે.

આ ખબરની સાથે સોશિયલ મીડિયામાં ભગવા રંગની જર્સીને લઈને ટિકા-ટિપ્પણી થવાનું શરુ થઈ ગયું છે. એક યુઝર્સે આ ભારતીય ટીમની ફેક જર્સીનો ફોટો શેર કરીને લખ્યું કે આ જર્સી અમિત શાહે તો ડિઝાઈન નથી કરીને? કેટલાંક તો આ ભગવા રંગની જર્સીને બાબતે ગર્વ પણ લઈ રહ્યાં છે.

READ  કોરોનાના વધતા કેસ અંગે સમીક્ષા કરવા માટે કેન્દ્રની વધુ 4 ટીમ આવશે ગુજરાત, જાણો વિગત

 

Oops, something went wrong.
FB Comments