Michels Christian_tv9

આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત બ્રિટિશર ઓરોપીનું દેશમાં આવ્યો, જાણો ‘ઓપરેશન યુનિકૉન’ની સમગ્ર ઘટના

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડના કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં મોટી સફળતા મળી છે. સીબીઆઈના જોઇન્ટ ડાયરેકટર મનોહરના નેતૃત્વમાં એક ખાસ તપાસ દળ ગત સપ્તાહે મિશેલને લેવા માટે ગયું હતું. તપાસ દળે પ્રત્યર્પણની તમામ ઔપચારિકતાઓ પૂરી કરીને મિશેલને પાછા લાવવામાં સફળતા મેળવી છે. CBIએ એક નિવેદન રજૂ કરીને કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ડોભાલના દિશાનિર્દેશમાં આ આખું અભિયાન સીબીઆઈના પ્રભારી ડાયરેકટર રાવે પાર પાડ્યું.

વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાના બહુચર્ચિત ગોટાળાના કથિત વચેટિયા મિશેલને ભારત લાવવા માટે એક સુપરપ્રૂફ યોજના બનાવાઇ હતી. સીબીઆઈ પ્રવકતાના મતે આ યોજનાનું કોડનેમ ‘યુનિકૉન’ રાખ્યું હતું. સૂત્રોના મતે મિશેલને લઇ આવી રહેલા ગલ્ફસ્ટ્રીમનું એક વિમાન મંગળવારના રોજ રાત્રે 10:35 વાગ્યે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું. આ અભિયાનને ડોભાલના દિશાનિર્દેશમાં ચલાવાયું અને કોઓર્ડિનેશન સીબીઆઈના વચગાળાના ડાયરેકટર એમ.નાગેશ્વરે કર્યું.

કેમ આટલું અગત્યનું મિશેલની ધરપકડ ?

આ કેસમાં મિશેલ પર સહ-આરોપીઓની સાથે મળી ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ છે. વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલમાં કથિત કૌભાંડના સહ આરોપીઓમાં તત્કાલીન વાયુસેના પ્રમુખ એસપી ત્યાગી અને તેમના પરિવારના સભ્ય સામેલ છે. તેની અંતર્ગત વીવીઆઈપી હેલિકોપ્ટરની ઉડાન ભરવાની ઊંચાઇ 6000 મીટરથી ઘટાડીને 4500 મીટર કરી પોતાના સરકારી પદનો દુરૂઉપયોગ કરવાનો આરોપ છે.

ક્યારથી ચાલે છે પ્રત્યર્પણની તૈયારી?

ભારત સરકારે 8 ફેબ્રુઆરી 2010ના રોજ રક્ષા મંત્રાલય દ્વારા બ્રિટનની ઓગસ્ટા વેસ્ટલેન્ડ ઇન્ટરનેશનલ લિમિટેડને લગભગ 55.62 કરોડ યુરોનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે મિશેલ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર્સના ‘ઐતિહાસિક પરામર્શદાતા’ કહેવાય છે. જેને હેલિકોપ્ટર, સૈન્ય એરપોર્ટ અને પાયલટની ટેકનોલોજી સંચાલનાત્મક માહિતી હતી.

આ પણ વાંચો : ચિકિત્સા ચમત્કાર: રિમોટથી ચાલતો ટેલિરોબોટ કરશે દૂર ગામડામાં રહેતાં દર્દીઓની સર્જરી

મિશેલ 1980ના દાયકાથી જ કંપનીની સાથે કામ કરી રહ્યો હતો અને આની પહેલાં તેમના પિતા પણ ભારતીય ક્ષેત્ર માટે કંપનીના પરામર્શદાતા રહી ચૂકયા હતા. એજન્સીએ કહ્યું કે તેઓ કથિત રીતે વારંવાર ભારત આવતા હતા અને ભારતીય વાયુસેના અને રક્ષા મંત્રાલયમાંથી રિટાયર્ડ, હાલના અધિકારીઓ સહિત વિભિન્ન સ્તરો પર સૂત્રોના એક મોટા નેટવર્ક દ્વારા રક્ષા ખરીદી માટે વચેટિયા તરીકે કામ કરતા હતા.

PM મોદીનો પણ છે મહત્વનો રોલ

સૂત્રોના મતે યુએઆઈની સાથે મજબૂત રણનીતિક સંબંધોએ મિશેલના પ્રત્યર્પણને અસલમાં શકય બનાવ્યું. પીએમ મોદી અને યુએઆઇના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદની વચ્ચે ઘનિષ્ઠ સંબંધોએ મુખ્ય ભૂમિકા નિભાવી. મિશેલ બ્રિટિશ નાગરિક હોવાથી પણ આ પ્રત્યર્પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાત એમ છે કે યુએઇ એ આ અરજી એટલા માટે રદ કરી દીધી હતી કે બ્રિટિશ નાગરિક હોવાના નાતે મિશેલને ભારત મોકલી શકાય નહીં.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Shivsena-BJP alliance leads to 'Poster War' in Maharashtra- Tv9

FB Comments

Hits: 35

Comments are closed, but trackbacks and pingbacks are open.