રિષભ પંતના નિવેદનથી IPLમાં થયો મેચ ફિક્સીંગનો વિવાદ, જાણો શું કહ્યું હતુ પંતે?

ફિરોજ શાહ કોટલા મેદાન પર દિલ્હી કેપિટલ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાયેલી મેચ ભલે સુપર ઓવર સુધી પહોંચી ગઈ હોય પણ મેચ દરમિયાન રિષભ પંતથી જોડાયેલ એક વાકય પણ ક્રિકેટ ચાહકો માટે ચિંતાનું કારણ બન્યું છે.

મેચ દરમિયાન જ્યારે કોલકતાની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે વિકેટકિપિંગ કરી રહેલા રિષભ પંતે જે વાત કહી ત્યારબાદ આ મેચ ફિક્સ થવાની વાતો આવી રહી છે.

 

કોલકતા નાઈટ રાઈડર્સે જ્યારે 1 વિકેટ ગુમાવી પછી રોબિન ઉથપ્પા બેટિંગ કરવા માટે આવ્યા હતા. ત્યારે બોલિંગ કરવા માટે તૈયાર થઈ રહેલા લામિછાએ પંતને કહી દીધું કે આ તો આમ પણ ફોર જ છે. લામિછાએ જે બોલ નાખ્યો તેના પર ઉથપ્પાએ ફોર મારી દીધી. ત્યારબાદ સોશિયલ સાઈટ્સ પર આ વિવાદ શરૂ થઈ ગયો કે આ મેચ ફિક્સ હતી.

 

Ahmedabad traffic police gives advance memo, picture takes internet by storm | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

1 એપ્રિલના દિવસે લોકોને મૂર્ખ બનાવતા અને પોતે મૂર્ખ બનતા પહેલા જાણી લો શા માટે મનાવવામાં આવે છે એપ્રિલ ફૂલ, જાણો 1 એપ્રિલના દિવસે થયેલા મૂર્ખતાના રસપ્રદ કિસ્સાઓ

Read Next

દેશના સૌથી મોટા ટાઉનહોલ કાર્યક્રમમાં વરસ્યા વડાપ્રધાન મોદી 500 સ્થળોથી જનતા સંવાદની સાથે કર્યા વિપક્ષો પર આકરા પ્રહાર, વાંચો શુ કહ્યું વડાપ્રધાને?

WhatsApp પર સમાચાર