FLASHBACK 2019: દેશની આ 10 પ્રસિદ્ધ વ્યક્તિઓએ દુનિયાને કહી અલવિદા

FLASHBACK 2019: 10 famous personalities who passed away in 2019 FLASHBACK 2019 desh ni aa 10 janiti vyaktio e duniya ne kahi aalvida

2019માં દેશના ઘણા દિગ્ગજોએ દુનિયાને અલવિદા કહી. આમાંથી અમુક દિગ્ગજો એવા પણ છે જેમના અચાનક નિધન વિશે જાણીને આખો દેશ અચંબિત રહી ગયો. તેમના નિધનથી દેશમાં જાણે કે ખાલિપો સર્જાયો.

 

1) સુષ્મા સ્વરાજ

6 ઓગસ્ટ, 2019એ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. હ્રદય રોગનો હુમલો આવવાના કારણે 67 વર્ષીય વરિષ્ઠ ભાજપ નેતા સુષ્મા સ્વરાજનું નિધન થયું.

2) અરુણ જેટલી

24 ઓગસ્ટ, 2019એ ભાજપના કદાવર નેતા અરુણ જેટલીએ દુનિયાને અલવિદા કહી. તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેમણે બપોરે લગભગ 12 કલાકે અંતિમ શ્વાસ લીધા. અતિ શિષ્ટ, વિનમ્ર અને રાજકીય રીતે ઉત્કૃષ્ટ રણનીતિકાર અરૂણ જેટલી ભાજપ માટે એક સંકટમોચક હતા.

3) મનોહર પરિકર

17 માર્ચ, 2019એ પૂર્વ સંરક્ષણ પ્રધાન અને ગોવાના મુખ્યપ્રધાન મનોહર પરિકરનું લાંબી બિમારી બાદ નિધન થયું. મનોહર પરિકર તેમની સાદગી માટે જાણીતા હતા, મોદી સરકારમાં મનોહર પરિકર 2014થી 2017 સુધી દેશના સંરક્ષણ પ્રધાન રહ્યાં હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ બોલવામાં ધ્યાન રાખવું પડશે, સંબંધોમાં ઉભો થઈ શકે છે ખટરાગ

 

4) શીલા દીક્ષિત

20 જુલાઈ, 2019એ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્લીના પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતે અંતિમ શ્વાસ લીધા. 81 વર્ષના શીલા દીક્ષિત 1998થી 2013 સુધી સતત 15 વર્ષ દિલ્લીના મુખ્યપ્રધાન પદ પર રહ્યાં.

5) જગન્નાથ મિશ્રા

બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રાનું 19 ઓગસ્ટના રોજ નિધન થયું. 82 વર્ષના જગન્નાથ મિશ્રા ત્રણ વખત બિહારના CM રહ્યાં. 1975માં તે પ્રથમ વખત બિહારના સીએમ બન્યા હતા. તેમને 90ના દશકમાં કેન્દ્રીય કેબિનેટમાં પણ જગ્યા મળી હતી.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોના અધૂરા કામ આજે પૂરા થશે, તેમજ કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થશે

6) કૈલાશ જોશી

24 નવેમ્બર, 2019એ ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પહેલા બિન કોંગ્રેસી મુખ્યપ્રધાન કૈલાશ જોશીનુ નિધન 91 વર્ષની ઉંમરમાં થયું. કૈલાશ જોશી ભોપાલના સાંસદ રહ્યાં હતા. 1951માં તેઓ સ્થાપિત જનસંઘના સંસ્થાપક સભ્ય પણ રહ્યાં હતા.

7) બાબુલાલ ગૌર

21 ઓગસ્ટ, 2019એ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા બાબુલાલ ગૌરનું નિધન થયું. 89 વર્ષના બાબુલાલ ગૌર લાંબા સમયથી બિમાર હતા. તેઓ 1974થી 2013 સુધી દક્ષિણ ભોપાલ અને ગોવિંદપુરા સીટથી સતત 10 વાર ધારાસભ્ય રહ્યાં હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

8) રામ જેઠમલાણી

8 સપ્ટેમ્બર, 2019એ વરિષ્ઠ વકીલ અને પૂર્વ કાયદાપ્રધાન રામ જેઠમલાણીનું નિધન થયું. વર્ષ 2010માં તેમને સુપ્રીમ કોર્ટે બાર એસોસિએશનના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. તે ઉપરાંત છઠ્ઠી અને સાતમી લોકસભામાં તેમણે ભાજપની ટિકિટ પર મુંબઈથી ચૂંટણી પણ જીતી હતી.

READ  VIDEO: અમદાવાદમાં જાહેરમાં થૂંક્યા તો 500 રૂપિયાનો દંડ, 300 ટીમ થૂંકનારા લોકોને દંડ ફટકારશે

9) વિજૂ ખોટે

ફિલ્મ શોલેમાં કાલિયાનું પાત્ર નિભાવનારા અભિનેતા વિજૂ ખોટેનું 30 સપ્ટેમ્બર, 2019એ નિધન થયું. તે ઘણા સમયથી ઓર્ગન ડિસફંકશન સિડ્રોમથી પીડિત હતા. તેમણે 300થી વધુ ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કર્યું હતું.

10) વિદ્યા સિન્હા

રજનગંધા, છોટી સી બાત અને પતી પત્ની ઓર વો જેવી કોમેડી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવનારી ખુબસુરત અભિનેત્રી વિદ્યા સિંન્હાએ 15 ઓગસ્ટ 2019એ અંતિમ શ્વાસ લીધા. તેમને હ્રદય અને ફેફસાની બિમારી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દેશમાં રાજકીય રીતે ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બનેલા 2019માં 10 મોટા ફેરફાર વિશે જાણો

FB Comments