Video: ફુલોની ખેતીથી ખુશાલી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફુલ એ પ્રતિક છે સૌદર્યનું. સારો કે ખરાબ કોઇ પણ પ્રસંગ ફુલો વગર અધુરો છે. ફુલોની માંગ વર્ષનાં 365 દિવસ હોય છે. લગ્નગાળો હોય કે ધાર્મિક તહેવારો આ સમયે ફુલોની માંગ ખુબ જ હોય છે. એટલે જ ફુલોની ખેતી સદાબહાર કહેવાય છે. પાદરાના બિલ ગામનાં યુવાને પણ ફુલોની સતત રહેતી માંગને કારણે ગુલાબ, મોગરો અને પારસના ફુલોની ખેતી કરી. ફુલોનાં વેચાણની એવી વ્યવસ્થા ઉભી કરી કે પાદરાનાં ફુલો પ્લેન દ્વારા દિલ્હી, મુંબઇ, પુના અને હૈદરાબાદ જેવા શહેરોમાં વેચાતા થઇ ગયા.

READ  ખેડુતો માટે સારા સમાચાર પાક વીમો મળશે હવે નજીકની પોસ્ટ ઓફિસમાં, આયોજનને 100 દિવસમાં શરૂ કરવાનુ લક્ષ્ય 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાદરાના બિલ ગામનાં યુવાન ખેડૂત વિશાલ પટેલને ખેતી વારસામાં મળી છે. ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કર્યા પછી ખેતીમાં જોડાયેલા આ યુવાન ધરતીપુત્રએ ફુલોની ખેતીને વિસ્તારી. વિશાલે નોંધ્યું કે અન્ય ખેતી કરતા ફુલોની ખેતીમાં ત્રણ ઘણું વધુ વળતર મળે છે. તેમણે ફુલોનું ઉત્પાદન વધે તે માટે વધુ જમીનમાં ફુલોનું વાવેતર કર્યું. ગુલાબની સાથે તેમણે મોગરા અને પારસનાં ફુલોની પણ ખેતીની શરૂઆત કરી. અન્ય ખેડૂતોને પણ ફુલોની નફાકારક ખેતી વિશે માર્ગદર્શન આપીને આજુબાજૂનાં દરાપુરા, પાટોદ અને સોખડાના ખેડૂતોને પણ ફુલોની ખેતી કરતા કર્યા.

READ  VIDEO: આધુનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી ગૌપાલન

આ પણ વાંચો: Video: પ્રધાનમંત્રી પાક વિમા યોજના

ફુલોનાં ભાવ તેની સિઝન મુજબ બદલાયા કરે છે. ગુલાબ 20 રૂપિયાથી લઇને 200 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. મોગરો ઓફ સિઝનમાં પ્રતિ કિલો 100 રૂપિયા અને સિઝનમાં 600 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાય છે. પારસનાં ફુલો પણ ઓફ સિઝનમાં પ્રતિ કિલો 40 રૂપિયાથી લઇને સિઝનમાં 500રૂપિયે કિલોએ વેચાય છે.

READ  VIDEO: ઔષધિય પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ પર બાગાયત ખાતાની સહાય યોજના


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments