લોકસભા ચૂંટણીને લઈને ફ્લાઈંગ સ્કવૉડ સક્રિય, ભીલાડ રેલવે સ્ટેશન પરથી 19.87 લાખની રોકડ રકમ સાથે યુવકની કરાઈ અટકાયત

ચૂંટણી આવવાની સાથે જ આખા ભારતમાં આચાર-સંહિતા લાગી ગયી છે. વલસાડના ભિલાડ રેલવે-સ્ટેશન પરથી 19.87  લાખ રૂપિયાની રોકડ રકમ સાથે એક યુવક ઝડપાઈ જતાં ચકચાર મચી ગઇ હતી. 

ઘટનાની વિગત પ્રમાણે વાપી રેલવે પોલીસની ટીમ ચૂંટણીને લઇને પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન ભીલાડ સ્ટેશને ટ્રેનમાંથી વાપીના એક યુવકને  પોલીસે રૂપિયા 19.87 લાખ રોકડા સાથે ઝડપી પાડયો હતો. આ અંગે પોલીસે પારડી અને ઉમરગામ ચૂંટણીની ફલાઇંગ સ્કોવર્ડને જાણ કરી હતી. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરતા તમામ એજન્સીઓ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ વાપીમાં આવેલાં દેસાઈવાડના દેવાશીષ એપાર્ટમેન્ટમાં રહેતા સૂરજલાલ બહાદુર જયસ્વાલ તરીકે થઇ હતી. સૂરજ જયસ્વાલ સુરતના એચ.જી ફ્રૂટ કંપની સાથે સંકળાયેલ હતો. જે આ લાખોની રોકડ રકમ વાપીથી મહારાષ્ટ્રના વાનગામ લઇ જઇ રહ્યો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

 

 

જોકે હવે આ અંગે ચૂંટણી વિભાગ અને આવકવેરા વિભાગ સહિત નીસંબંધિત વિભાગ ની ટીમોએ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી આવવાની સાથે જ અમુક મર્યાદા સુધીની રોકડ રકમ લઈ જવાની પરવાનગી હોય છે અને તેમ ન કરવામાં આવે તો આચાર-સંહિતાનો ભંગ ગણાય છે. આવા રોકડ રકમથી ચૂંટણીમાં પૈસાના જોરે કોઈ ખરીદી કે મતદાતાઓને લોભાવવાનો પ્રયત્ન ન થાય તે માટે ચૂંટણી વિભાગે ફલાઈગ સ્કોવર્ડ બનાવી છે.

Amreli : Lions enter Khambha's housing society, kills cow | Tv9GujaratiNews

FB Comments

Sachin Kulkarni

Read Previous

માયાવતીએ ઈશારામાં જ વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યકત કરી

Read Next

વાપીની જય કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે લીકેજ, 2 કામદારોના મોત સાથે 5 કામદારો ગંભીર રીતે ઘવાયા

WhatsApp પર સમાચાર