બદલવાની છે તમારી જિંદગી, નવા વર્ષમાં 5Gથી લઈને ફૉલ્ડેબલ સ્માર્ટફોન આવશે બજારમાં

નવા વર્ષને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. 2019માં ટેક્નોલોજીની દુનિયામાં ઘણું બધું થવાનું છે. કેટલાંયે એવા સપના છે જે હકીકત બનવાના છે. 

તેમાંથી સૌથી પહેલું છે 5G ઈન્ટરનેટ ક્રાંતિ

આશા છે કે જૂન 2019 સુધી અમેરિકામાં 5G સેવા શરૂ થઈ જશે. આ વર્ષમાં સાઉથ કોરિયા, જાપાન તેમજ ચીનમાં 5G સેવા શરૂ થવાની શક્યતા છે. તમામ દેશોમાં આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. જોકે આ મામલે આપણો દેશ પણ પાછળ નથી રહ્યો. પરંતુ ભારતીયોએ 5G ઈન્ટરનેટ માટે વર્ષ 2022 સુધી રાહ જોવી પડશે.

5G એટલું ઝડપી હશે કે તમે બફરિંગ શબ્દ ભૂલી જશો. નેટવર્ક ગાયબ થઈ જવું કે કૉલ ડ્રોપ જેવી સમસ્યાઓ તો બિલકુલ નહીં રહે.

વર્ષ 2019માં 5G લૉન્ચ થાય તે પહેલા ઘણી મોબાઈલ કંપનીઓ જે સ્માર્ટફોન લૉન્ચ કરશે તેમાં આ સુવિધા પણ આપવામાં આવશે.

2019માં ટેક્નોલોજીની દુનિયામાં ફૉલ્ડેબલ (વાળી શકાય તેવો) સ્માર્ટફોનની પણ રાહ જોવાઈ રહી છે. આ ફોન એવો હશે કે જેને તમે તમારી સગવડ અને જરૂરિયાત પ્રમાણે વાળી શકશો. સેમસંગ ફૉલ્ડેબલ ફોનની એક ઝલક પણ બતાવી ચૂક્યું છે. તેની સૌથી મોટી ખાસિયત એ હશે કે જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ ટેબલેટ અને મોટી સ્ક્રિનની જેમ કરી શકાશે અને કામ પતી જાય ત્યારબાદ તેને વાળીને ખિસ્સામાં પણ સરળતાથી મૂકી શકાશે.

ઈસરો 2019માં 4 સેટેલાઈટ લૉન્ચ કરવાનું છે ત્યારબાદ 100 GBPSની સ્પીડ શક્ય થશે!

ઈન્ટરનેટ ક્રાંતિની દિશામાં વધુ એક પગલા સ્વરૂપે ઈસરો ખૂબ મહત્ત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. 2019માં ચાર સેટેલાઈટ લૉન્ચ કરવાની તૈયારી છે. જો આ પ્રોજેક્ટ સફળ થાય છે તો ભારતમાં ઈન્ટરનેટની દુનિયામાં એક બીજી ક્રાંતિ આવશે. આ પ્રોજેક્ટની સફળતા બાદ આપણા દેશમાં 100 GBPSની ઈન્ટરેટની સ્પીડ શક્ય બનશે.

આ પણ વાંચો : માત્ર 5 સ્ટેપ્સમાં મેળવો 2G ઈન્ટરનેટ સ્પીડમાંથી 4G ઈન્ટરનેટ સ્પીડ!

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ જ દિશામાં ટેક્નોલોજી એન્ટરપ્રેન્યોર એલન મસ્ક પણ કામ કરી રહ્યાં છે. તેમની કંપની સ્પેસ એક્સ આવું જ એક સેટેલાઈટ લૉન્ચ કરવાની તૈયારીમાં છે જેનાથી આફ્રિકા સહિત દુનિયાના અન્ય દેશોમાં ઈન્ટરનેટની સ્પીડને વધારી શકાય.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: Case of prisoner running away from Surat Civil hosp; Police nabs one person in the matter

FB Comments

Hits: 2066

Comments are closed, but trackbacks and pingbacks are open.