જો તમારો એન્ડ્રોઈડ ફોન ખોવાઈ જાય તો તરત જ કરો આ કામ, ફોનનું લોકેશન ખબર પડી જશે પળવારમાં

જો તમારો એન્ડ્રોઇડ મોબાઈલ(Android Phone) ફોન ખોવાઈ જાય તો તમારે શું કરવું જોઈએ? આ પ્રશ્નને લઈને અમે તમને આજે જવાબ આપીશું. ફોન ખોવાઈ જવાનો કોઈ સમય હોતો અને ત્યારે સૌથી  મોટી બાબત કે શું કરવું અને શું ન કરવું તે જરુરી છે.

જો તમારો એન્ડ્રોઇડ ફોન ક્યાંક ખોવાઈ જાય અને તેમાં અગત્યના ડેટા હોય તો તમારે જરાપણ ગભરાવાની જરુર નથી. જો તમે ઈચ્છતા હોય કે આ ડેટાનો કોઈપણ ખોટો ઉપયોગ ના કરે તો તમારે નીચેના સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જો ફોન ખુલ્લો રહી જશે તો પણ કોઈ WhatsApp ઓપન નહીં કરી શકે! આવી ગયું આ જબરદસ્ત ફીચર! જુઓ VIDEO

ગૂગલ(Google) એકાઉન્ટ દ્વારા ફોનમાં એક ખાસ સિસ્ટમ આપવામાં આવી છે અને તેને લઈને અમુક લોકોને જ જાણકારી હોય છે.
1. કોઈ બીજાના ફોન કે કમ્પ્યુટર લઈને તેમાં Find MY Phone સર્ચ કરો.
2. જેમાં તમારે ગૂગલ એકાઉન્ટને લોગિન કરવાનું રહેશે, નોંધનીય છે કે આ એકાઉન્ટ તમારાં ફોનમાં પણ લોગિન હોવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગૂગલ હવે તમારો ગુમ થયેલો સ્માર્ટફોન પણ શોધી આપશે, માત્ર આટલાં સરળ સ્ટેપસમાં

3. ગૂગલ તમારા ફોનનું છેલ્લું લોકેશન બતાવશે.
4. સ્માર્ટફોનમાં તમે એક પ્લે સાઉન્ડ દ્વારા રિંગ પણ આ ઓપ્શનના માધ્યમથી વગાડી શકશો અને જો ફોન આજુબાજુમાં હશે તો તે સતત પાંચ મિનિટ સુધી વાગ્યા કરશે.

આ પણ વાંચો:  ઈન્સ્ટાગ્રામ વાપરવામાં ધીમા ઈન્ટરનેટના લીધે PROBLEM આવે છે તો આવી રહ્યું તમારા માટે આ નવું ફિર્ચસ

જો તમારે તમારાં ફોનમાં કોઈ સ્પેશિયલ સંદેશો મોકલવો હોય જેના દ્વારા તમારો ફોન સરળતાથી મળી શકે તો તે પણ થઈ શકે છે. સ્ક્રીન પર તમને એક મેસેજ જોવા મળશે જેમાં Enable Lock & Erase ઓપ્શન આવશે. જેના લીધે તમે ફોનમાં લોક સેટ કરી શકશો. જો તમે પોતાનો ડેટા ડિલીટ કરી દેવા માગતા હોય તો Erase ઓપ્શન પસંદ કરો તો તમારો ઈન્ટરનલ ડેટા પણ ડિલીટ થઈ જશે. જો તમે આવું કરશો તો ફરીથી તમારો ફોન પર Find MY Phone ઓપ્શન ઉપયોગ કરી શકશો નહીં. તમારો ડેટા પણ ડિલીટ થઈ શકે છે.

READ  મોબાઈલ યુઝર્સને મોટો ઝટકો, મોબાઈલ ટેરિફમાં 40થી 50 ટકાનો તોતિંગ વધારો થશે

 

Oops, something went wrong.
FB Comments