સાસુ-વહુના ઝઘડામાં જો તમે થઈ ગયા છો સૅન્ડવીચ તો ઘરના વાસ્તુમાં કરો આ સરળ બદલાવ જે લાવશે શાંતિ

દરેક ઘરની મોટા ભાગે સમસ્યા હોય છે સાસુ-વહુના ઝઘડા. આ સંબંધના મૂળમાં ખેંચતાણ રહેલી છે. જોકે સમયની સાથે સાસુ-વહુનો સંબંધ પણ બદલાયો છે. પરંતુ હજી પણ એવા ઘરો મોટા ભાગે એવા છે જ્યાં સાસુ-વહુ વચ્ચે ખેંચતાણ થતી હોય.

આખરે સાસુ-વહુ વચ્ચે તાલમેલ ન રહેતા ઘરમાં ક્લેશ વધે છે અને ઘરનું વાતાવરણ ખરાબ થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં કેટલાંક બદલાવ કરવાથી આ બંનેના સંબંધમાં રહેલી સમસ્યા દૂર કરી શકાય છે. આવો જોઈએ, તમારા ઘરમાં થતાં સાસુ-વહુના ઝઘડાને ખત્મ કરી શકો છો…

અહીં રાખો કચરાપેટી

ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રહે તે માટે ઉત્તર-પૂર્વ દિશામાં કચરાપેટી ન રાખો કે ના તો તે જગ્યાએ કચરો નાખો. તેનાથી તમારા સંબંધમાં તણાવ અને ઈર્ષ્યાભાવ ખત્મ થશે. અને આ દિશાને હંમેશા ચોખ્ખી રાખો.

અહીં  રાખો મૂર્તિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં ચંદનની મૂર્તિ રાખો અને એ પણ એવી રીતે જ્યાં સૌની નજર પડે. આમ કરવાથી સાસુ-વહુના સંબંધ પર તો અસર પડશે જ પરંતુ સાથે સાથે પરિવારમાં એકબીજા વચ્ચેનો તણાવ પણ દૂર થઈ જશે.

ઘરમાં લગાવો આવો ફોટો

વાસ્તુવિજ્ઞાન પ્રમાણે બંને વચ્ચે પ્રેમનો સંબંધ વધારવા બંનેના રૂમમાં લાલ રંગની ફ્રેમમાં તે બંનેનો ભેગો ફોટો લગાવો. તેનાથી બંને વચ્ચેનો સંબંધ સુધરશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

રસોડાના કબાટનો આવો રાખો રંગ

રસોડામાં બનતા કબાટનો રંગ કાળો ન રાખો. કાળા રંગથી નીકળતી આલ્ફા રેડિએશન સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી. અને મહિલાઓનો ઘણો સમય રસોડામાં પસાર થતો હોય છે તેવામાં તેમના સ્વાસ્થ્ય પર અસર પડે છે.

આ પણ વાંચો: વડતાલ સ્વામિનારાયણ મંદિર પર બની આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક, ભગવાનથી લઈ હરિભક્તોના અવનવા ફોટો!

સોમવારે પહેરાવો આ માળા

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, સાસુ અને વહુના રૂમમાં ઝરણાં કે નદીઓના ફોટો લગાવી શકો છો. ઈન્ટિરિયર ડિઝાઈન જેટલી સારી હશે, ઘર જેટલું વ્યવસ્થિત રહેશે તેટલું જ ઘરના સભ્યોના પારસ્પરિક સંબંધ મધુર રહેશે. સાસુ અને વહુના ગળામાં સફેદ દોરામાં ચાંદીના ચંદ્રમા સોમવારે પહેરાવો. તેનાથી બંને વચ્ચે થતાં ઝઘડા ઘટશે અથવા તો સમાપ્ત જ થઈ જશે.

અહીં હોય રૂમ

સાસુ-સસરાનો રૂમ દક્ષિણ-પશ્વિમ દિશામાં હોવો જોઈએ અને દીકરા-વહુનો રૂમ પશ્વિમ કે દક્ષિણ દિશામાં હોવો જોઈએ. પરંતુ જો દીકરા-વહુનો રૂમ દક્ષિણ-પશ્વિમમાં રહેશે તો તેમના સાસુ-સસરા સાથે ઝઘડા થઈ શકે. આ દિશા ડૉમેનિટિંગ હોવાના કારણે ઘરના વડીલોને જ આ દિશામાં રહેવું જોઈએ.

Did you like the story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

25 Dalit people in Junagadh and 432 Hindu people in Surat adopt Bhuddhism

FB Comments

Hits: 399

Comments are closed, but trackbacks and pingbacks are open.