ભ્રષ્ટાચાર? દિવસમાં 24 કલાક હોય પણ જામનગર જિલ્લાના આ ગામમાં એક દિવસમાં જેસીબી મશીને 32 કલાક કામ કર્યું!

એક દિવસમાં 30 કલાક હોય તેવું તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય પણ બોલો જામનગરના જીવાપર ગામમાં એક દિવસમાં 30થી પણ વધારે કલાક હોય તેવો મામલો સામે આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જીવાપર ગામની પંચાયતનું એક કારસ્તાન સામે આવ્યું છે જેમાં જેસીબી મશીને એક દિવસમાં 30 કલાક તો ક્યારેક 32 કલાક કામ કર્યું હોય તેવું બિલમાં બતાવવામાં આવ્યું છે.

READ  Bilkis Bano rape case: Bombay HC upholds life imprisonment to 12 convicts - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જીવાપર ગામની ગૌચર જમીનમાં કામગીરી કરવામાં આવી હતી અને તે માટે જેસીબીની જરુર પડતા તેને પણ ઉપયોગમાં લેવાયું હતું. આ કામ સ્ટાર અર્થ મુવર્સ અને સંજરી ટ્રેક્ટર્સને સોંપવામાં આવ્યું હતું. આ એજન્સીઓના બિલમાં દિવસના કલાકો જ બદલાયેલા જોવા મળી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  બિગ બોસ 13: આ 4 સેલેબ્સ સલમાનના શોમાં આવવાનું થયું ફાઈનલ! જાણો કોણ છે?

 

ચાલો માની લઈએ કોઈ એકથી ભૂલ થઈ જાય પણ ગ્રામ પંચાયત દ્વારા આ બિલને પાસ પણ કરી દેવાયા છે. સરપંચને એવું હતું કે કોઈને ખબર નહીં પડે પણ માહિતી અધિકારના કાયદાએ આખું કૌભાંડ બહાર લાવી દીધું હતું. બિલમાં એક દિવસમાં જેસીબી 30 કલાક કરતાં પણ વધારે ચાલ્યું તે જોવા મળે છે.

આ પણ વાંચો:  બંગાળમાં ઘમસાણ! ભાજપના કાર્યકર્તાઓએ નમાજની વિરોધમાં રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા

સરપંચ પણ પોતાના બચાવમાં ઉતરી આવ્યા અને કહ્યું કે આ એક જેસીબીના કામનું બિલ નહીં પણ બે જેસીબીનું બિલ એકસાથે બનાવવામાં આવ્યું છે જેથી એક સાથે કલાકો લખવામાં આવ્યા છે. તો બીજી તરફ આ બાબતને લઈને ફરીયાદ થતાં તપાસ ચાલી રહી છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું કે આ બાબતને લઈને તપાસ ચાલી રહી છે.

FB Comments