VIDEO: દેશમાં પહેલી વખત જુઓ નેતાને જમીન પર નાક રગડાવીને માફી માંગતા…

Neat Nose_Tv9

Neat Nose_Tv9

ઘણી વખત નેતાઓને પ્રજાની વચ્ચે કામ કરતાં કે તેમની સાથે વાતચીત કરતાં જોવા મળે છે. જ્યારે નેતાઓ પ્રજાનો ગુસ્સો ફૂટી નીકળે ત્યારે તેઓ કેવું રુદ્ર રૂપ ધારણ કરે છે જેનો એક નમૂનો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજસ્થાનના ડુંગરપૂરના પૂર્વ વિસ્તારમાં પૂર્વ જિલ્લા પ્રમુખ ભગવતી લાલ રોતે પોતાની ગાડી પરથી કીચડ ઉછાળવાનું ભારે પડ્યું છે.

શું છે ઘટના?

ભગવતી લાલ રોતાને ગુસ્સા થયેલા લોકોએ જાહેરમાં જમીન પર નાક રગડાવી માફી માંગવા મજબૂર કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના ડુંગરપુર જિલ્લાના ભેમઇ-ઝોંસાવા ક્ષેત્રની છે, જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટની સભાનું આયોજન થયું હતું. આ સભામાં ભાગ લેવા માટે ભગવતી લાલ રોત જઇ રહ્યા હતા. જે દરમિયાન તેમની ગાડીથી કીચડ ત્યાં રહેલાં લોકો પર ઉછડ્યું હતું. લોકો તેના પર ગુસ્સે થયાં અને ભગવતી લાલની ગાડીની પાછળ દોડીને તેમને રોકી લીધા હતા.

આ પણ વાંચો : 13 વર્ષની બાળકી સ્ટેજ પર ડાન્સ કરવા આવી પછી જે થયું તે જોઈ તમે પણ ચોંકી જશો

જેના પછી ભગવતી લાલ રોતે માફી માંગતા રહ્યા પણ લોકોએ તેમની એક ન સાંભળી. અંતે નેતાજીએ ઘૂંટણીય પડીને જમીન પર બેસવું પડ્યું. એટલું જ નહીં તેમણે જમીન પર નાક પણ રગડવું પડ્યું. જે પછી લોકો શાંત થયા અને નેતાજીને આગળ જવા દેવા પડ્યા હતા.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

It's a matter of pride for 125 crore Indians, says HM Pradipsinh Jadeja on Kulbhusan Jadhav verdict

FB Comments

TV9 Web Desk6

Read Previous

VIRAL FACT : કોંગ્રેસના નેતા દ્વારા મહિલા પર અત્યાચારનું વાયરલ સત્ય

Read Next

ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળતાં ‘ગબ્બરે’ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું !!!

WhatsApp પર સમાચાર