બીજી વખત ભારતીય ટીમના હેડ કોચ બનેલા રવિ શાસ્ત્રીની સેલરીમાં થશે આટલા કરોડનો વધારો

શું તમે જાણો છો કે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીની સેલરી કેટલી છે? તેમને ગયા મહિને બીજી વખત હેડ કોચ બનાવવામાં આવ્યા. એક અહેવાલ મુજબ ટીમના હેડ કોચની સેલરીમાં 20 ટકાનો વધારો થશે. તેથી રવિ શાસ્ત્રીની સેલરી હવે 9.5 કરોડ રૂપિયાથી 10 કરોડ રૂપિયાની વચ્ચે રહેશે. છેલ્લા કોન્ટ્રાક્ટમાં શાસ્ત્રીની સેલરી 8 કરોડ રૂપિયા હતી.

શાસ્ત્રી સિવાય ટીમના સપોર્ટ સ્ટાફને પણ સેલરીમાં વધારો મળશે. બોલિંગ કોચ ભરત અરૂણને હવે લગભગ 3.5 કરોડ રૂપિયા મળશે. ફિલ્ડિંગ કોચ આર.શ્રીધરને પણ તેટલા જ રૂપિયા મળશે. સંજય બાંગડની જગ્યાએ બેટિંગ કોચ બનનારા વિક્રમ રાઠોરને 2.5 કરોડથી 3 કરોડ રૂપિયા વર્ષે સેલરી મળશે. આ તમામ કોન્ટ્રાકટ 1 સપ્ટેમ્બરથી લાગૂ થઈ ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઈઝરાયલનું મિશન ચંદ્ર નિષ્ફળ, ભારત વિશ્વનો ચોથો દેશ બનવવાની રેસમાં.

કોચ બન્યા પછી શાસ્ત્રીએ કહ્યું કે તેમના બીજા કાર્યકાળમાં ટીમની બેન્ચ સ્ટ્રેન્થને મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવશે. તેમને કહ્યું હતું કે ટી-20 વિશ્વ કપ માટે આપણી પાસે 12 મહીના અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે 18-20 મહિનાનો સમય છે. ફેરફારના આ સમયને ધ્યાનમાં રાખતા યુવાઓ પર ધ્યાન આપવુ ખુબ મહત્વપૂર્ણ છે, જેથી અનુભવી ખેલાડીઓની સાથે ભળી જાય અને આપણને એક મજબૂત ટીમ મળે.

READ  ઠંડુગાર ગુજરાત: જાણો આગામી દિવસોમાં ગુજરાતના તાપમાનમાં કેટલો થશે ફેરફાર?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શાસ્ત્રીએ કહ્યું કે અમારી એક નજર યુવાનો પર છે અને બીજી નજર ત્રણેય ફોર્મેટમાં બેટિંગ અને બોલિંગમાં બેન્ચની સ્ટ્રેન્થને મજબૂત કરવા પર છે. ક્યારેય ભૂલશો નહીં કે તમે જીતવા માટે રમો છો, પરંતુ સાથે જ યુવાનો પર ધ્યાન આપો.

READ  વિશ્વકપમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ આ ખેલાડી 2019માં પૂરો કરશે, જાણો કોણે સૌથી વધારે વિશ્વકપમાં છગ્ગા ફટકાર્યા છે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Anand: Man rescued after 4 hours of drowning in Mahi river | Tv9GujaratiNews

FB Comments