આ ચાર કારણોના લીધે પાટીદાર નેતા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી જામનગરથી લડશે

હાર્દિક પટેલનું નામ પહેલાં અમરેલીથી ચૂંટણી લડવા અંગે ચર્ચામાં હતું અને પણ હવે હાર્દિક પટેલ અમરેલીથી નહીં પણ જામનગરની સીટ પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પક્ડયું છે.

હાર્દિક પટેલ હવે જામનગરની સીટ પરથી લોકસભાની ચૂંટણીમાં પોતાનો રાજકીય દાવ અજમાવવાની તૈયારી કરી રહ્યાં છે. હાર્દિક પટેલે શા માટે જામનગરની સીટ પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી છે અને જો હાર્દિક પટેલ ત્યાંથી લડે તો તેને કેવી રીતે મતદારોના લાભ મળી શકે તેના મહત્ત્વના ચાર કારણો છે.

 

1. સૌરાષ્ટ્રની એકમાત્ર સીટ તરીકે જામનગરનો સમાવેશ થાય છે જ્યાં પાટીદાર ઉમેદવાર નથી એટલાં માટે હાર્દિક પટેલ આ સીટ પરથી પોતાનું રાજકીય કરિયર બનાવી શકે છે.

2. લોકસભાની આ સીટમાં જિલ્લા પંચાયતો પર કોંગ્રેસનું શાસન છે અને તેના લીધે હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી લડવાને લઈને મદદ મળી શકે તેમ છે અને વઘુમાં હાર્દિક પટેલ જે સમુદ્દાયમાંથી આવે છે તે માતાજીનું મંદિર સિદસર ખાતે જામનગર જિલ્લામાં આવેલું છે.

3. જામનગરની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમનું વર્ચસ્વ છે. તેમણે આ સીટ પરથી લોકસભાની આગામી ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. આથી હવે હાર્દિક પટેલ માટે કોઈનું પત્તું કાપીને આ સીટ પર લડવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને તેના લીધે કોંગ્રેસમાં પણ કોઈ નેતાની નારાજગી ઉભી થાય તેવી પરિસ્થિતિ પણ ઉદભવશે નહીં.

4.વિક્રમ માડમનું હાર્દિક પટેલને સારું એવું સમર્થન છે તેવું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે. આથી હાર્દિક પટેલને કોઈપણ પરેશાનીનો સામનો કોંગ્રેસ તરફથી કરવો પડે તેમ નથી અને જામનગરમાં વિક્રમ માડમથી તરપથી સહયોગ મળી શકશે.

આમ આ ચાર કારણોના લીધે હાર્દિક પટેલ પોતાનું રાજકીય કરિયર જામનગરથી સીટ પરથી શરુ કરશે અને લોકસભાની ચૂંટણીમાં જામનગરથી જ ઝંપલાવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Ahmedabad: Money lender held for harassing borrower- Tv9

FB Comments

TV9 WebDesk8

Read Previous

કપૂર ખાનદાનમાં જલ્દી વાગશે લગ્નની શરણાઈ, રણબીર કપૂર પોતાનાથી 11 વર્ષ નાની અભિનેત્રી સાથે કરશે લગ્ન

Read Next

મોરબીના યુવાનો દિલ્હીની ફલાઈટ ચુકી ગયા અને પછી તેમને જે કામ કર્યું તેના લીધે એક ગુજરાતી તરીકે તમને ગર્વ થશે

WhatsApp chat