મુકેશ અંબાણી ભારતમાં પ્રથમ તો વિશ્વના 13માં નંબરના સૌથી અમીર વ્યક્તિ: Forbes મેગેઝીનનો અહેવાલ

Forbes મેગેઝીને વિશ્વના સૌથી અમીર લોકોની યાદી બહાર પાડે છે અને તેને ક્રમ પણ આપે છે. ભારતના મુકેશ અંબાણી આ મેગેઝીનના તાજેતરના રિપોર્ટમાં દૂનિયાના 13માં સૌથી અમીર વ્યક્તિ તરીકે સ્થાન પામ્યા છે.

મુકેશ અંબાણી ફોર્બ્સના અરબપતિઓના લિસ્ટમાં 13માં નંબર પર પહોંચી ગયા છે. લિસ્ટમાં તેમને 6 નંબરોની છલાંગ લગાવી છે. આ લિસ્ટમાં એમેઝોનના માલિક જેફ બેજોસ દુનિયાના સૌથી અમીર વ્યકિત છે. જ્યારે બિલ ગેટ્સ બીજા નંબરે અને વોરેન બફેટ ત્રીજા નંબર પર છે.

બેજોસની સંપતિ ગયા વર્ષે 19 અરબ ડૉલરથી વધીને 131 અરબ ડૉલર થઈ છે. મુકેશ અંબાણીની સંપતિ 2018માં 40.1 અરબ ડૉલર હતી જે વધીને 50 અરબ ડૉલરે પહોંચી છે. દુનિયાના અમીરોમાં ગયા વર્ષે 19માં નંબરે હતા અને આ વર્ષે તે 6 નંબરોની છલાંગ લગાવીને 13માં નંબરે આવી ગયા છે. તેના પહેલા 2017ના ફોર્બ્સના અરબપતિઓના લિસ્ટમાં મુકેશ અંબાણીનું સ્થાન 33માં નંબરે હતુ. ફોર્બ્સના લિસ્ટમાં સામેલ ભારતના 106 અરબપતિઓમાં મુકેશ અંબાણી સૌથી આગળ છે. વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી 22.6 અરબ ડૉલર સાથે આ લિસ્ટમાં 36માં નંબરે છે.

ફોર્બ્સ કહ્યું કે મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીય છે અને ફોર્બ્સ લિસ્ટની વર્ષ 2018ના શક્તિશાળી લોકોના લિસ્ટમાં તે 32માં નંબર પર હતા. તેમને 2017માં ‘ગ્લોબલ ગેમ ચેન્જર’નો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. ફોર્બ્સના આ લિસ્ટમાં 2153 અરબપતિઓના નામ છે. જ્યારે 2018માં તેનાથી વધારે 2208 લોકોના નામ હતા. આ વર્ષેના અરબપતિઓની કુલ સંપતિ 8700 અરબ ડૉલર રહી છે, જ્યારે 2018માં તેમની કુલ સંપતિ 9100 અરબ ડૉલર હતી.

Ahmedabad: Money lender held for harassing borrower- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

હવે વિંગ કમાન્ડર અભિનંદનની શૌર્યગાથા સ્કૂલના બાળકોને ભણાવવામાં આવશે, પાઠ્યપુસ્તકમાં કહાણી સામેલ કરવા આ રાજ્યની સરકારે લીધો નિર્ણય

Read Next

HIV ગ્રસ્ત વ્યક્તિએ મેળવી રોગમાંથી મુક્તિ, વિશ્વમાં 10 વર્ષ પછી ‘સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ’થી નોંધાયો આ બીજો કિસ્સો

WhatsApp chat