લો બોલો, દીપડાને પકડવા પાંજરામાં વનવિભાગ મરઘાં રાખે છે અને લોકો પાંજરામાંથી જ મરઘાં ચોરી જાય છે!

મિજબાની માટે ચોરી થતા મરઘાં શુકલતીર્થ પટ્ટીના સેંકડો લોકો માટે અસલામતીનું કારણ બન્યો છે. સ્થાનિક વિસ્તારમાં ઘુસી રહેલા દીપડાઓને ઝડપી પાડવા વનવિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા પાંજરા ગોઠવી મારણ તરીકે મુકવામાં આવતા મરઘાં ચોરી થઇ જતા દીપડો પાંજરા આસપાસ ભટકવા છતાં ઝડપાતો નથી.

દીપડાના હુમલાનો ભય સતત ગ્રામજનોને સતાવ્યા કરે છે . ઉલ્લેખનીય છે કે એક મહિનામાં દીપડાના હુમલામાં 5લોકો ઈજાગ્રસ્ત થયા છે, એક પશુનું મારણ થયું છે જયારે એક ખેડૂતનો આમના-સામનામાં આબાદ બચાવ થયો છે.

આ પાછળ વનવિભગના સર્વે કે પાંજરાની પસંદગી નહિ પરંતુ એક વિચિત્ર પ્રકારની કહી શકાય એવી ચોરી જવાબદાર છે. દીપડો પકડવા મુકતા પાંજરાઓમાંથી દરરોજ રાતે થઇ રહી છે મારણની ચોરી. દીપડો પકડવા દેશી મરઘાં મારણ તરીકે મુકવામાં આવે છે. રાતે કેટલાક તત્વો પાંજરા ખોલી તેમાંથી મરઘાંઓની ચોરી કરી જાય છે અને પાંજરામાં મારણ ન હોવાથી આસપાસ ભટકવા છતાં દીપડો પાંજરામાં પકડાતો નથી. એક મહિનામાં 15થી 20મરઘાં ચોરી થયા છે.

[yop_poll id=1643]

Gujarat: Dirge program organized on birthday of former Gondal MLA Mahipatsinh Jadeja- Tv9

FB Comments

Ankit Modi

Read Previous

ઈડરમાં દલિત સગીર કિશોરીને ભગાડી જવા મામલે એક માસથી કાર્યવાહી ન થતાં દલિત સમાજે રેલી કાઢીને રોષ ઠાલવ્યો

Read Next

દેશના ગદ્દારો પર મોદી સરકારનો વધુ એક આકરો પ્રહાર, વધુ 18 હુર્રિયત નેતાઓનું સુરક્ષા કવચ હટાવાયું, 155 રાજનેતાઓની સુરક્ષામાં ફેરફાર

WhatsApp chat