શારદા ચીટ ફંડ કેસમાં રાજીવ કુમારની ધરપકડ થઈ શકે છે, આ માટે ફરી એક વખત CBI તેમના ઘરે પહોંચી હતી

કલકત્તાના પૂર્વ કમિશનર રાજીવ કુમારના માથે ધરપકડની તલવાર અટકી છે. શારદા ચીટફંડ કેસમાં CBIએ પૂછપરછ માટે તેમને સમન્સ મોકલ્યું છે. તો બીજી તરફ આજે CBIના 8 જેટલા અધિકારીઓ તેમના ઘરે પહોચ્યા હતા. જો કે રાજીવ કુમાર તેમના ઘરે હાજર નથી. જે બાદ CBIના અધિકારીઓએ સ્થાનીક પોલીસને આ અંગે જાણકારી આપી છે. આવતીકાલ એટલે 27મેના રોજ રાજીવ કુમારની પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.

READ  મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બચાવવા કમલનાથ મેદાને, જાણો શું ઘડ્યો પ્લાન?

આ પણ વાંચોઃ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના સ્વાસ્થય મુદ્દે ચાલી રહેલી ખબરો અંગે PIBના મહાનિર્દેશકે સમગ્ર વાતનો કર્યો ખુલાસો

 

CBIનું કહેવું છે કે, તે રાજીવ કુમારની કસ્ટડીમાં પૂછપરછ કરવા માગે છે. જેનો મતલબ એવો છે કે જો રાજીવ કુમાર CBI સામે પૂછપરછ દેવા હાજર થાય તો તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. જો કે લોકસભા ચૂંટણી દરમિયાન રાજીવ કુમારની બદલી દિલ્હી કરી દેવાઈ હતી. જે બાદ આચાર સંહિતાની સમાપ્તી સાથે ફરી એક વખત તેમને કલક્તામાં હાજર થવાનું કહેવાયું હતું.

READ  પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ: અમદાવાદ સહિત 3 એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહના હવાલે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સૂત્રો મુજબ રાજીવ કુમાર આગોતરા જામીન માટે પશ્ચિમ બંગાળની સ્થાનીક કોર્ટમાં અરજી કરી શકે છે. જો કોર્ટે આગોતરા જામીન મંજૂર કરે છે તો પછી CBI તેમની ધરપકડ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટ દ્વારા માત્ર 24 મે સુધી ધરપકડથી સંરક્ષણ મળ્યું હતું. આ બાદ એરપોર્ટ પર પણ નજર રાખવામાં આવે છે. રાજીવ કુમાર વિરુદ્ધ આરોપ છે કે શારદા ચીટફંડ અને રોઝવેલી સ્કીમની તપાસ દરમિયાન પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે.

READ  મુંબઈમાં ISISના નામે લખાણ બાદ હાઈએલર્ટ આપી દેવાયું, બ્રિજના થાંભલા પર અબૂબકર અલ બગદાદીના નામનો ઉલ્લેખ
Oops, something went wrong.
FB Comments