દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવશે?

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભાની એક પેટાચૂંટણીના ઉમેદવાર છે. રાજ્યસભાની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. એક ખાનગી ન્યૂઝ ચેનલની માહિતી અનુસાર કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાંથી ડૉ.સિંહને રાજ્યસભા મોકવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ કાશ્મીરને 370 મુક્ત બનાવ્યા બાદ ચારો ખાને ચિત્ત પાકિસ્તાન ચીનના શરણે પહોંચ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

13 ઓગસ્ટના દિવસે ઉમેદવારી નોંધાવી શકે છે.

સુત્રોની માહિતી પ્રમાણે ડૉ.મનમોહન સિંહ આગામી 13 ઓગસ્ટના દિવસે જયપુરથી ઉમેદવારી નોંધાવી શકે છે. મનમોહન સિંહ થોડા સમય પહેલા રાજસ્થાન વિધાનસભામાં ધારાસભ્યોના એક કાર્યક્રમના સમાપન સમારોહના મુખ્ય મહેમાન તરીકે જોડાયા હતા. આ કાર્યક્રમમાં મનમોહન સિંહની હાજરી બાદથી જ અટકળો ચાલુ થઈ ચૂકી હતી. રાજસ્થાન ભાજપના અધ્યક્ષ મદનલાલ સૈનીના નિધનના કારણે રાજસ્થાનમાંથી રાજ્યસભાની એક બેઠક પર પેટાચૂંટણી યોજાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાત બજેટ 2020 : જાણો રુપાણી સરકારે શિક્ષણ માટે કેટલાં રુપિયાની ફાળવણી કરી?

છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચશે મનમોહન સિંહ

ડૉ.મનમોહન સિંહ વર્ષ 1991માં પહેલી વખત રાજ્યસભા માટે ચૂંટાયા હતા. આ પછી 1995, 2001, 2007 અને 2013માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પ્રધાનમંત્રીના કાર્યકાલ દરમિયાન મનમોહન સિંહ આસામમાંથી રાજ્યસભાના સદસ્ય તરીકે ચૂંટાયા હતા. 14 જૂના દિવસે તેમનો કાર્યકાલ પૂર્ણ થયા બાદથી તેઓ ફરી કયા રાજ્યમાંથી સાંસદ બનીને આવશે તેને લઈને ચર્ચા ચાલી રહી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસના ધારસભ્યોની સંખ્યાને લઈ મનમોહન સિંહ સાંસદ બનશે તે વાત નિશ્ચિત છે.

READ  પાકિસ્તાનમાં આવેલાં પવિત્ર શીખ યાત્રાધામ કરતારપુર સાહિબ જશે મનમોહન સિંહ

[yop_poll id=”1″]

મનમોહન સિંહ 2004થી 2014 દરમિયાન દેશના પ્રધાનમંત્રી રહ્યા છે. મનમોહન સિંહ વર્ષ 1999માં દક્ષિણ દિલ્હીની બેઠક પરથી લોકસભા માટે ઉભા રહ્યા હતા પરંતુ તેઓને જીત મળી નહોતી.1991 દરમિયાન મનમોહન સિંહ પી.વી નરસિમ્હારાવની સરકારમાં નાણા પ્રધાન હતા. તો 1998થી 2004 વચ્ચે રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ રહ્યા હતા.

FB Comments