એક પૂર્વ રાષ્ટ્રપતિ જે બાળકો માટે બન્યા સાન્તા ક્લૉઝ! ક્યારેય નહીં જોયો હોય આવો VIDEO

સાન્તા ક્લૉઝની ટોપી અને ગિફ્ટનો ઝોલો ખભે લટકાવી આ પૂર્વ રાષ્ટ્રપતિ પહોંચ્યા બાળકોની હોસ્પિટલમાં, બાળકોની ખુશીનો ન રહ્યો કોઈ પાર! બીમાર બાળકોને આપી અઢળક ગિફ્ટ્સ!

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઑબામા સાન્તા ક્લૉઝ બનીને બાળકોને મળવા એક હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં તેમણે બાળકોને સાન્તાની જેમ જ ઝોલામાંથી કાઢીને ગિફ્ટ્સ આપી. ઓબામાએ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કર્યો છે. ગયા વર્ષે પણ ઓબામા દંપત્તિએ સ્કૂલના બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.

ખભા પર ઝોલો લટકાવીને બાળકોને ગિફ્ટ્સ આપવા હોસ્પિટલ પહોંચ્યા ઑબામા

હોસ્પિટલમાં વીતાવેલા આ સમયનો વીડિયો પણ ઑબામાએ ટ્વિટર પર કર્યો શેર

બાળકોમાં પૂર્વ રાષ્ટ્રપતિ ઑબામાની લોકપ્રિયતા હજી પણ કાયમ છે!

જુઓ વીડિયો : 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઑબામા બાળકો વચ્ચે આજે પણ લોકપ્રિય છે. રાષ્ટ્રપતિ પદ પર રહ્યા તે દરમિયાન પણ તેઓ બાળકો સાથે સહજ વર્તન કરતા જોવા મળતા. આ વખતે પણ જ્યારે આખી દુનિયા ક્રિસમસની ઉજવણીમાં મગ્ન છે ત્યારે ઑબામા બીમાર બાળકો સાથે આ તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. ઑબામા વૉશિંગ્ટનની એક હોસ્પિટલમાં સાન્ટા ક્લૉઝ બનીને પહોંચ્યા અને બાળકોમાં ગિફ્ટ વહેંચી.

સાન્ટા ક્લૉઝની ટોપી અને કેઝ્યુઅલ કપડાંમાં ગિફ્ટનો ઝોલો ખભે લટકાવીને ઑબામા હોસ્પિટલ પહોંચ્યા. બીમાર બાળકો પૂર્વ રાષ્ટ્રપતિને પોતાની સામે જોઈને ઘણાં ખુશ થઈ ગયા. ઑબામાએ બાળકોને ગિફ્ટ આપી અને ખૂબ પ્રેમ પણ જતાવ્યો. બાળકોએ પણ ઑબામા સાથે ફોટો પડાવ્યા અને મસ્તી કરી.

આ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તેમણે પોતાના ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો. સાથે જ ઑબામાએ હોસ્પિટલ પ્રશાસન અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો કારણ કે તેમને બાળકો સાથે સમય પસાર કરવાનો મોકો આપ્યો અને સૌ કોઈને ક્રિસમસ વિશ કર્યું.

આ પણ વાંચો: હડતાળ અને રજાઓના કારણે બેંકો પર કેટલાંયે દિવસ લાગશે તાળા, આજે જ પતાવી લો બેંકને લગતા જરૂરી કામ

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હાલ પણ વૉશિંગ્ટનમાં જ રહે છે અને આ દિવસોમાં પોતાના ફાઉન્ડેશનના કાર્યક્રમોની સાથે ટ્રંપની વિરૂદ્ધ પોતાની પાર્ટી ડેમોક્રેટ્સને મજબૂત કરવાનું કામ કરી રહ્યાં છે. ગયા વર્ષે પણ ઑબામા દંપત્તીએ એક હાઈ સ્કૂલના બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Celebration begins as Surat's Raghav Somani stands 1st in Gujarat in JEE exam- Tv9

FB Comments

Hits: 269

Comments are closed, but trackbacks and pingbacks are open.