અમદાવાદના દાણીલીમડા પોલીસ દ્વારા શહેરમાં નકલી પત્રકારની ટોળકીનો કરાયો પર્દાફાશ

Four arrested for extorting money posing as reporters, Ahmedabad

અમદાવાદમાં પત્રકારોના નામે તોડ કરતા નકલી પત્રકારોની ટોળકી ઝડપાઈ છે. દાણીલીમડા પોલીસ દ્વારા 4 નકલી પત્રકારોની ધરપકડ કરી છે. આ ચારેય પત્રકારો નારોલની રાજ એક્સપોર્ટ નામની કાપડની કંપનીના ગોડાઉનમાં પહોંચ્યા હતા. અને ગોડાઉનમાં જઈને વીડિયો ઉતાર્યા બાદ મેનેજરને ધમકી આપી હતી. કે, તમારા ગોડાઉનમાં ન તો ફાયર સેફ્ટીના સાધનો અને સુરક્ષાના કોઈ સાધનો નથી. આ પ્રકારે ગોડાઉનના મેનેજરને ડરાવી રૂપિયા 25 હજારની ખંડણી માગી હતી. સાથે રોફ જમાવવા પોલીસમાં ફોન પણ કર્યો હતો. પરંતુ દાણીલીમડા સુધી આ ફોનની માહિતી ગંભીરતાથી લઈ તમામ નકલી પત્રકારોનો ભાંડો ફૂટ્યો હતો. કોર્ટે આ બાદ તમામના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને પૂછપરછ શરૂ કરાઈ છે.

READ  ડૉક્ટરને માર મારવાના કેસમાં બે પોલીસકર્મી થયા સસ્પેન્ડ, નહોતી કરી કાર્યવાહી

આ પણ વાંચોઃ અમરેલીમાં કિસાન સન્માન નિધિ યોજનાના કેસમાં ટેકનિકલ ભૂલથી બીજા ખેડૂતના ખાતામાં રૂપિયા થયા જમા!

FB Comments