શું દિગ્વિજય સિંહ 10 વર્ષના વનવાસ બાદ ફરીથી જીતી શકશે? આ 4 પૂર્વ મુખ્યમંત્રીઓની કિસ્મત છે દાવ પર

લોકસભા ચુંટણીનો છઠ્ઠો તબક્કામાં દિગ્ગજ નેતાઓની સાથે ચાર પૂર્વ મુખ્યમંત્રીના ભાવી પણ દાવ પર છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ, દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષીત, દિગ્વીજય સિંહ અને ભુપેંદ્ર સિંહ જેવા પૂર્વ મુખ્યમંત્રીઓની પણ આ તબક્કાના મતદાનમાં અગ્નિપરિક્ષા છે.

લોકસભા ચુંટણીના છઠ્ઠો તબક્કમાં સાત રાજ્યોની 59 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. 59 સીટો પર કુલ 989 ઉમેદવારોનુ ભવિષ્ય નક્કી થશે. આ તબક્કામાં ઘણા દિગ્ગજ નેતાઓની સાથે સાથે ચાર પૂર્વ મુખ્યમંત્રીના ભાવી પણ દાવ પર છે. આ પૂર્વ મુખ્યમંત્રીઓમાં એક સપા અને ત્રણ કોંગ્રેસના નેતાઓ છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ, દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષીત, દિગ્વિજય સિંહ અને ભુપેંદ્ર સિંહ જેવા પૂર્વ મુખ્યમંત્રીઓની  આ તબક્કાના મતદાનમાં અગ્નિપરિક્ષા છે.

શીલા દીક્ષીત

દિલ્હીના 15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા શીલા દીક્ષીત આ વખતે લોકસભા ચૂંટણી પૂર્વ દિલ્હીની સંસદીય સીટ પરથી ચુંટણી લડી રહ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીના દિલીપ પાંડે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સામે ચૂંટણી લડી રહ્યા છે. શીલા દીક્ષિત પ્રથમ વખત 1984માં કન્નૌજ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા. ત્યારબાદ તેઓ 1998માં દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. શીલા દીક્ષિતે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પછી સતત ત્રણ વખત દિલ્હી પર શાસન કર્યું હતુ. પૂર્વ દિલ્હીની સંસદીય સીટ પરથી 2014ની ચૂંટણીમાં મનોજ તિવારીને જીત મળી હતી.

READ  જાણો એ અધિકાર વિશે જેનો ઉપયોગ કરીને SCએ મુસ્લિમ પક્ષને જમીન આપી

અખિલેશ યાદવ

લોકસભા ચુંટણી 2019ના છઠ્ઠા ચરણમાં તમામ લોકોની નજર પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની આજમગઢ સીટ પર પણ મંડાયેલી છે. અખિલેશ સામે ભોજપુરી ફિલ્મ સ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે ‘નિરહુઆ’ ઉભા રહીને જંગને રસપ્રદ બનાવી છે.

અખિલેશની રાજકારણની શરૂઆત 2000માં કન્નૌજ લોકસભાની બેઠક લડીને થઈ હતી. આ ચૂંટણીમાં અખિલેશ યાદવે નસીબ અજમાવીને પ્રથમ પ્રયાસમાં જીતી ગયા હતા. એ પછી 2004 અને 2009માં કન્નૌઝના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2009 માં અખિલેશે ફિરોઝબાદથી પણ ચૂંટણી જીતી લીધી હતી પરંતુ બાદમાં આ બેઠક ખાલી કરી હતી. સપાને 2012માં પૂર્ણ બહુમતિ મળી અને ત્યારબાદ અખિલેશ યાદવના મુખ્યમંત્રી બન્યા હતા. આ રીતે 38 વર્ષની વયે અખિલેશ યુપીના 33માં મુખ્યમંત્રી હતા.

READ  છોડો કલકી બાત, કલકી બાત પુરાની, રાજકોટની આ સાત દિકરીઓએ લખી નવી કહાની

ભૂપેંદ્રસિંહ હુડ્ડા

હરિયાણાના રાજકારણના બાદશાહ કહેવામાં આવતા ભૂપિન્દ્રસિંહ હુડ્ડા આ વખતે સોનીપતથી સીટ પરથી ઉભા રહીને હરીફાઈને હાઈપ્રોફાઇલ બનાવી દીધી છે. હૂડ્ડા સામે ભાજપના રમેશ કૌશિશ અને ઓમ પ્રકાશ ચૌટાલાના પૌત્ર ઓમ પ્રકાશ ચૌટાલાએ ઈનેલોથી અલગ જનનાયક જનતા પાર્ટીથી મેદાનમાં ઉતરીને વાતાવરણ રસપ્રદ બનાવ્યું છે. ઈનેલોમાંથી સુરેંન્દ્ર ચીકારા મેદાનમાં છે. 2014માં ભાજપના રમેશ ચંદ્ર કૌશિકે આ બેઠકમાં કોંગ્રેસના જગબીર સિંહ મલિકને પરાજય આપ્યો હતો.

ભુપેન્દ્રસિંહ હુડ્ડા માર્ચ 2005થી ઑક્ટોબર 2014 સુધી હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા હતા.

ઓક્ટોબર 2009ની કોંગ્રેસની જીત બાદ તેમણે બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. જે 197 થી હરિયાણાના ઇતિહાસમાં પહેલીવાર હતી. 2014ની હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસની હાર બાદ તેમણે 19 ઓક્ટોબર 2014ના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું.  હુડ્ડા આ વખતે સોનીપત સીટ પરથી ચૂંટણી લડવા ઉતર્યા છે.

READ  દેશના જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના નિશાને રાહુલ ગાંધી, કહ્યું કે યુવા ભારત પરિવારવાદથી નારાજ

દિગ્વિજય સિંહ

જે દેશના હૃદય તરીકે ઓળખાતા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ લોકસભા બેઠક પર દેશની નજર છે. આ બેઠક પર મધ્યપ્રદેશના 10 વર્ષ મુખ્યમંત્રી રહી ચુકેલા દિગ્વિજય સિંહ મેદાનમાં છે. તેમની સામે ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતાર્યા છે.

દિગ્વિજય સિંહ 1993માં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા હતા. તે પછી 2003 સુધી તેઓ મુખ્યમંત્રી રહ્યા હતા. 2003માં ભાજપના ઉમા ભારતી મુખ્યમંત્રી બન્યા. ચૂંટણી હાર્યા પછી દિગ્વિજય સિંહે નક્કી કર્યું કે તે આગામી 10 વર્ષ સુધી ચૂંટણી નહિ લડે. પછી તેઓ પાર્ટીના મહાસચિવ બન્યા. દસ વર્ષના રાજકીય વનવાસ પછી તેઓ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભોપાલથી ચુંટણીના મેદાનમા ઉતર્યા છે.

Rajkot: Wall of dilapidated house collapses on Jamnagar road| TV9News

FB Comments