વિદેશી રોકાણકારોનો ભારતમાં રોકાણ કરવાનો વિશ્વાસ વધ્યો, એપ્રિલ મહિનામાં આટલા કરોડનું કર્યુ રોકાણ

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI)એ એપ્રિલ મહિનામાં અત્યાર સુધી બજારમાં 11,096 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યુ છે.

તેના પહેલા FPIએ જાન્યુઆરી મહિનામાં 5,360 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. FPIએ શેરમાં 13,308.78 કરોડ રૂપિયા અને બજારમાં 2,212.08 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ.

 

આ વિશે ગ્રોના ચીફ ઓપરેટિંગ ઓફિસર હર્ષ જૈને જણાવ્યુ કે, ચૂંટણી પછી સ્થિર સરકાર બનવાની અપેક્ષાથી રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. જેના કારણે અમે ફેબ્રુઆરીથી હકારાત્મક રોકાણ જોઈ રહ્યા છે. વિકસિત બજારોમાં આર્થિક વૃદ્ધિ દરમાં મંદીને કારણે ભારતીય બજારમાં FPIનો રસ પણ વધ્યો છે.

નિષ્ણાંતો મુજબ વિવિધ દેશોમાં મધ્યસ્થ બેંકોના નરમ વલણ દ્વારા આ વલણને મજબૂતાઈ મળી છે. જો કે વિશ્લેષકોએ વર્તમાન ચૂંટણીઓના અનિશ્ચિત પરિણામોની ઘટનામાં FPIની સ્થિતિને બદલવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી.

 

Gujarat Fatafat : 16-06-2019 | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

જેટ એરવેઝના પાયલટ અને એન્જિનિયરો સ્પાઈસ જેટમાં કામ કરવા માટે તૈયાર, આટલો મળશે પગાર?

Read Next

જાણો કઈ રાજકીય પાર્ટી પાસે છે સૌથી વધારે બૅંક બેલેન્સ, કઈ પાર્ટી ખર્ચ કરે છે સૌથી વધુ રકમ

WhatsApp પર સમાચાર