પાકિસ્તાનની હરકતો પર ફ્રાન્સ અકળાયું, આપી છેલ્લી ચેતવણી, કહ્યું, ‘આતંકવાદ રોકો બાકી થશે જોવા જેવી’

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ડઘાઈ ગયું છે અને સતત સીઝફાયર તોડીને જ્યાં એક બાજુ એલઓસી પર ગોળીઓ ચલાવી.

તો ત્યાં બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ફ્રાંસે પાકિસ્તાનને કહ્યું કે ઈમરાનખાનની સરકાર પાકિસ્તાનની જમીન પરથી ચાલતા આતંકી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરે. ફ્રાંસે પુલવામા આતંકી હુમલાને ભયાનક ગણીને તેની નિંદા કરી અને કહ્યું કે પાકિસ્તાન પોતાની જમીન પરથી ચાલી રહેલા આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરે.

READ  કાશ્મીર ઘાટીમાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, બે આતંકીઓ ઠાર, 4 જવાન ઘાયલ

ફ્રાંસે કહ્યું છે કે આતંકવાદના કોઈ પણ રૂપની વિરૂદ્ધની લડાઈમાં તે ભારતની સાથે છે. પુલવામા હુમલા માટે જવાબદાર આતંકી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાની સાથે તેમને આર્થિક રીતે નુક્સાન પહોંચાડવા સુધી તમામ રીતે ફ્રાંસ ભારતની સાથે છે.

ફ્રાંસે પહેલા પણ કહ્યું હતું કે તેમનો દેશ જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં એક પ્રસ્તાવ રજૂ કરશે અને ભારતનો સાથે આપશે.

READ  VIRAL કેટલું રિઅલ ? શું મોદી સરકારે સ્માર્ટ ફેંસિંગવાળી સરહદો બનાવી ?

પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 દવાનો શહીદ થયા હતા. જેની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી જેને પાકિસ્તાન સમર્થન આપી રહ્યું છે.

અને ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ ગભરાઈ ગયેલા પાકિસ્તાને પોતાની જનતાને પણ તો કંઈ જવાબ આપવો પડે ને. એટલે માત્ર દેખાડા માટે કહી શકાય તેવી રીતે પાકિસ્તાને એલઓસી પર ફાયરિંગ કર્યું અને સ્થાનિક લોકોના ઘરમાંથી ટાર્ગેટ કર્યો.

READ  પોરબંદર ચોપાટી પાસે મોટી સંખ્યામાં માછલીઓના મોત

અને ત્યારબાદ ભારતીય હવાઈસીમામાં પાકિસ્તાની લડાયક વિમાન દાખલ થયા અને પૂંછ-રાજોરી પર બોમ્બ ફેંક્યા. જેમાં ભારતને કોઈ નુક્સાન નથી થયું.

પરંતુ 7 જવાન જખ્મી થયા છે. જેમાંથી 5 જવાનને મામૂલી ઈજા અને 2 જવાન ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

[yop_poll id=1847]

Oops, something went wrong.

FB Comments