બગલામુખી મંદિરના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયને પોલીસ સ્ટેશનમાં મળી રહી છે VIP ટ્રીટમેન્ટ

Fraud godman Prashant Upadhyay getting VIP treatment in lockup, Vadodara

વડોદરામાં પોલીસના સકંજામાં આવી ગયેલા બગલામુખી મંદિરના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયને પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં પાખંડીને વીઆઈપી સેવા મળી રહી છે. પાખંડીની એક અનુયાયી તેને બેરોકટોક સેવા આપતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે તાંત્રિક માટે કંઈક આપી રહી હોવાનું નજરે ચડે છે. મળતી માહિતી પ્રમાણે તાંત્રિક પ્રશાંતને જેલમાં જમવાનું અને ઠંડું પીણું આપવામાં આવે છે.

READ  વાંચો વડોદરામાં રોજનું કમાઈને રોજનું ખાનાર નાના વેપારીઓએ જવાનોની શહાદતને કેવી રીતે કરી સલામ ?

આ પણ વાંચોઃ દિલ્હીની હિંસામાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા વળતરની કરાઈ જાહેરાત

જોકે યુવતીનો દાવો છે કે તે જમવાનું પૂછવા ગઈ હતી અને દવા આપવા ગઈ હતી. તો બીજીતરફ પોલીસ સ્ટેશનના PSOએ સમગ્ર મામલે એવો ઢોંગ કરી રહી છે કે જાણે અહીં કઈ બન્યું જ ન હોય. જ્યારે પોલીસ સામે મીડિયાનો કેમેરા પહોંચ્યો તો તેમણે પાખંડીની અનુયાયીને ધમકાવવાનું ફક્ત નાટક કર્યું. બાકી યુવતીનો આ વીડિયો જ જેલ તંત્રની પોલ ખોલી રહ્યો છે.

READ  યુરોપીય સંસદમાં CAA અને જમ્મુ-કાશ્મીર પર થશે ચર્ચા, પ્રસ્તાવના અહેવાલ પર ભારતે આપી આકરી પ્રતિક્રિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો બીજીતરફ પોલીસ અધિકારીએ પણ જેલ તંત્રની ભૂલ સ્વીકારી છે અને આરોપી PSO સામે અને પાખંડીની અનુયાયી યુવતી સામે પણ પગલાં લેવાનો દાવો કર્યો છે. પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે કોઈપણ આરોપીને જમવાનું કે દવા આપવી હોય તો તે કામ PSOનું હોય છે.. જેથી બેદરકારી બદલ તેની સામે કાર્યવાહી કરાશે.

READ  મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમની નજીકનો ફરાર ગેંગસ્ટર એજાજ લકડાવાલાની ધરપકડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments