જાણો એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરમાં કઈ ડેરીનું દૂધ આવે છે અને કેટલા રૂપિયે લીટર મળે છે?

અંબાણી પરિવાર શું ખાય અને કયું દૂધ પીવે છે? એવા સવાલ ઘણી વખત આપણા મનમાં આવે છે. આજે અમે તમને કહીશું કે ન માત્ર મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પરંતુ સચિન, અક્ષય કુમાર, રિતિક રોશન અને સલમાન ખાન સહિત મુંબઈના જાણીતા લોકો કઈ ડેરીનું દૂધ પીવે છે.

આ તમામ સેલિબ્રિટીઝના ઘરે જ્યાંથી દૂધ આવે છે તે ડેરી મુંબઈમાં નહીં પરંતુ પૂણેમાં છે. અને આ ડેરી એટલે ભાગ્યલક્ષ્મી ડેરી.

આ ડેરીનું દૂધ સચિન તેંદૂલકર, અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી, અક્ષય કુમાર, રિતિક રોશન અને સલમાન ખાન જેવા જાણીતા લોકો આ ડેરીનું જ દૂધ પીએ છે.

READ  ખાલી મેદાનમાં ક્રિકેટ મેચ! સચિન બેટિંગ કરવા તો ઉતરશે પણ દર્શકો નહીં હોય

શું છે ભાગ્યલક્ષ્મી ડેરીની ખાસિયત?

ભાગ્યલક્ષ્મી ડેરીના માલિક દેવેન્દ્ર શાહ છે. જ્યારે આ ડેરીની શરૂઆત થઈ ત્યારે તેના માત્ર 175 ગ્રાહકો હતા. પરંતુ ધીમે ધીમે આ સંખ્યા વધીને 22,000 થઈ ચૂકી છે. દેેવેન્દ્ર શાહની ડેરીનું દૂધ મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં મોકલવામાં આવે છે. પૂણેથી મુંબઈનું અંતર 163 કિલોમીટરનું છે. આ સફરમાં 3 કલાક જેટલો સમય લાગે છે. આ ડેરીની ડિલિવરી વૅન સવારે 5.30 થી 7.30 વાગ્યાની વચ્ચે તમામ ગ્રાહકોના ઘરે દૂધ પહોંચાડી દે છે.

આ ડેરીની ગાય શું ખાય-પીવે છે?

ભાગ્યલક્ષ્મી ડેરીમાં કુલ મળીને 2000 ડચ હોલ્સ્ટીન જાતિની ગાય છે. આ ફાર્મ 26 એકરની જગ્યામાં બન્યું છે અને અહીં દરરોજ 25 હજાર લીટરનું ઉત્પાદન થાય છે. અહીંની ગાયોને માત્ર ROનું પાણી પીવડાવામાં આવે છે અને તેમની સાફ-સફાઈનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. આખો દિવસ મ્યુઝિક ચાલે છે. દરરોજ સવારે 2 હજાર ગાયોનું દૂધ કાઢવામાં આવે છે. આ ડેરી હાઈટેક છે એટલે અહીંનું તમામ કામ મશીનો દ્વારા કરવામાં આવે છે.

READ  ત્રણ તલાક બિલ શું છે? જાણો તેના વિશેની 5 મહત્ત્વની વાતો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

શું છે અહીંના દૂધની કિંમત?

આ પણ વાંચો: 1 ફ્લેટની જેટલી કિંમત તમે 20 વર્ષમાં ચૂકવો છો, તેટલી રકમ સચિન, શાહરૂખ અને ઐશ્વર્યા જેવા સેલિબ્રિટીઝના બાળકોની એક વર્ષની સ્કૂલ ફી છે

અહીં મળતા દૂધની કિંમત લગભગ 120 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે કે માર્કેટમાં મળતા દૂધની કિંમત સામાન્ય રીતે 52 રૂપિયા પ્રતિ લીટર હોય છે.

READ  મોદી સરકારનો એ હથોડો કે જેની રાજકીય-આર્થિક પંડિતો ટીકા નથી કરતા થાકતાં, તેણે બેઈમાનોની ધૂળ કાઢી નાખી, ચૂંટણી પહેલા અનેક નેતાઓની પોલ ખુલશે મોદી સરકાર

 

[yop_poll id=424]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top 9 Business News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments