પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS મતદાન કેન્દ્રની બહાર નીકળ્યા તો રડવા લાગ્યા હોઈ તેવા ફોટો આવ્યા સામે, જાણો કારણ

સમગ્ર ઘટના બાદ ઉમેદવાર ભારતી ઘોષ રડતા હોઈ તેવા ફોટો સામા આવ્યા છે, ભાજપે આ ઘટના પાછળ તૂણમૂલ કોંગ્રસના સમર્થકોને જવાબદાર ગણાવ્યા છે

પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS અધિકારી ભારતી ઘોષની સાથે કથિત મારામારી થયાના સમાચાર આવ્યા છે. ભારતી ઘોષની ગાડી પર હુમલો કરાયો હોવાની વાત સામે આવી છે. તેઓ ભાજપના ઉમેદવાર છે અને છઠ્ઠા તબક્કાના મતદાન સમયે પોલિંગ બૂથમાં અંદર જવાની કોશિશ કરી રહ્યા હતા. આ સમયે તેમની સાથે કથિત તૂણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ધક્કામુક્કી કરી અને તેમને પછાડી દેવાયા હતા. સમગ્ર ઘટના બાદ ઉમેદવાર ભારતી ઘોષ રડતા હોઈ તેવા ફોટો સામા આવ્યા છે. ભાજપે આ ઘટના પાછળ તૂણમૂલ કોંગ્રસના સમર્થકોને જવાબદાર ગણાવ્યા છે.

READ  શહીદ જવાનોના પરિવાર માટે ગુજરાત સરકારમાં માત્ર 4 લાખ રુપિયા આપવાની પોલીસી, CM વિજ્ય રુપાણીએ ક્હ્યું આગામી સમયમાં શહીદોના પરિવારને મળતી રકમ વધારવા અંગે નિર્ણય લઈશું

આ પણ વાંચોઃ શું દિગ્વિજય સિંહ 10 વર્ષના વનવાસ બાદ ફરીથી જીતી શકશે? આ 4 પૂર્વ મુખ્યમંત્રીઓની કિસ્મત છે દાવ પર

Oops, something went wrong.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ બંગાળમાં હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. તૂણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના સમાચાર આવ્યા છે. પૂર્વી મિદનાપુરમાં ભાજપના કાર્યકરોને ગોળી મારવાના પણ સમાચાર સામે આવ્યા છે. તો આ જ જિલ્લામાં તૂણમૂલ કોંગ્રેસનો કાર્યકરનો મૃતદેહ મળી આવ્યો છે.

 

FB Comments