કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી વિરૂધ્ધ ઓડિયો ક્લિપ લીક થતાં ભાજપે 2 નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બાહર કાઢયા

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી વિશે અપશબ્દોનો ઉપયોગ કરવો ભાજપના 2 નેતાઓને ખુબ મોંઘો પડયો છે. બંને નેતાઓને પાર્ટીમાંથી 6 વર્ષ માટે કાઢી દીધા છે. બંને નેતા મહારાષ્ટના નાગપુરના છે. આ બંને નેતાઓની ફોન પર વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઓડિયોમાં જે 2 નેતાઓના અવાજ સંભળાય છે. તેમાં જયહરી સિંહ ઠાકુર અને અભય તિડકે સામેલ છે. એક અહેવાલ અનુસાર બંને નેતા લોકસભા ચૂંટણીમાં નિતીન ગડકરી વિશે વાત કરી રહ્યાં છે. આ બંને નેતાઓ ભવિષ્યવાણી કરી રહ્યાં છે કે નાગપુરમાં કોંગ્રેસ ઉમેદવાર નાના પટોલેની સામે હારી જશે. આ ઓડિયોમાં બંને નેતા કેન્દ્રીય મંત્રીને અપશબ્દ પણ બોલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં નિતીન ગડકરીએ કોંગ્રેસ ઉમેદવારને 1,97,000 મતથી હરાવ્યા હતા.

 

READ  ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું મોટું નિવેદન! વર્ષોથી ફક્ત ધારાસભ્ય તરીકે બીરાજમાન ભાજપના મિત્રો જોડાશે કોંગ્રેસમાં

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માથી નહિ પણ આ ખેલાડીથી લાગે છે સૌથી વધુ ડર

 

જયહરી સિંહ ઠાકુર ભાજપના નાગપુર સિટી યુનિટના ઉપાધ્યક્ષ છે. જ્યારે અભય તિડકે એક્ઝીક્યૂટિવ કમિટીના સભ્ય છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભાજપ નાગપુરના અધ્યક્ષ સુધાકર કોહલે કહ્યું કે બંને નેતાઓને લોકસભા ચૂંટણીના પરિણામની ભવિષ્યવાણી કરતા કેન્દ્રીય મંત્રી વિશે અપશબ્દ કહ્યા હતા. આ પ્રકારનું ગેરવર્તન પાર્ટીમાં ચલાવી લેવામાં નહી આવે. પાર્ટીએ બંને નેતાઓને પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો છે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોના આજના દિવસે ધાર્યા કામ સારી રીતે પાર ૫ડશે

 

Oops, something went wrong.
FB Comments