અમિત શાહ અને આદિત્યના અમેરિકામાં થયેલા સમલૈગિંક વિવાહના ફોટો વાઈરલ

ગુજરાત અને મૂળભારતીય યુવાનો વિદેશમાં લગ્ન કરી રહ્યા છે. આ લગ્ન યુવક અને યુવતી વચ્ચે નહીં પણ સમલૈગિંક વિવાહ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં અમિત શાહ અને આદિત્ય મદિરાજુના લગ્નની તસવીરો ભરપૂર વાઈરલ થઈ રહી છે. અમિત શાહ અને આદિત્ય મદિરાજુએ અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના BAPS સ્વામીનારાયણ મંદિરમાં લગ્ન કર્યા. લગ્નમાં કપડાઓની તૈયારી માટે ખાસ ફેશન ડિઝાઈનર અનિતા ડોંગરેને ઓર્ડર આપવામાં આવ્યો હતો. અનિતાએ પણ પોતાના ડિઝાઈન કરેલા ડ્રેસનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. અમિત શાહ નામનો યુવક ન્યૂજર્સીમાં રહેતો ગુજરાતી યુવક છે.

READ  દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!

આ પણ વાંચોઃ કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ભાંગ્યા બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમિત અને આદિત્યએ ભલે સમલૈગિંક લગ્ન કર્યા છે. પરંતુ તમામ હિન્દુ રીત રિવાજ મુજબ જ આ બંનેની લગ્નવિધિ યોજાઈ હતી. સમલૈગિંક લગ્નોના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ તો થતાં જ હોય છે. પરંતુ ફોટોશૂટ કરાવેલા લગ્ન પહેલી વખત વાઈરલ થઈ રહ્યા છે.

READ  જમ્મુ-કાશ્મીર: નૌસેરામાં આતંકીઓ સાથે સેનાનું અથડામણ, 2 જવાન શહીદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમિત અને આદિત્યએ એક પત્રકને જણાવ્યું કે, બંને લોકોની પ્રથમ મુલાકાત વર્ષ 2016માં થઈ હતી. તેમની પ્રથમ મુલાકાત મિત્રના લગ્ન દરમિયાન થઈ હતી. અને તેમનું માનવું છે કે, આ દિવસથી તેઓ એકમેક થઈ ગયા છે. સાથે કહ્યું કે, અમારા વિચારો આજે પણ અલગ-અલગ છે. શરૂઆતની મુલાકાતમાં લગ્નનો વિચાર નહોતો. પરંતુ થોડા સમય પછી બંનેને અહેસાસ થયો કે, તેઓ એકબીજા માટે જ છે.

READ  દેશની સૌ પ્રથમ સુપર સોશિયલ મિડિયા એપ એલાઈમેન્ટ્સનું લોન્ચીંગ, ડેટા પ્રાઈવસીથી લઈ હવે કરી શકાશે ઓડિયો અને વિડિયો કોલીંગ, વિદેશી માધ્યમોને પછાડવા મેડ ઈન ઈન્ડિયા વાળી એપની બોલબાલા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments