આખું રેલવે સ્ટેશન મહિલાઓ જ ચલાવી રહી છે, કામગીરીથી સંયુક્ત રાષ્ટ્રે પણ કર્યા વખાણ

એક ભારતીય નાગરીક તરીકે ગર્વ થાય એવી વાત સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના ટ્વિટર પર એક વીડિયો મુક્યો હતો અને આ રેલવે સ્ટેશન વિશેની વિગતવાર માહિતી આપી હતી. તેમાં લખ્યું છે કે અહીંયા 40થી વધુ મહિલા કર્મચારીઓ છે. જે પુરૂષોથી પણ વધારે સારી રીતે તમામ જવાબદારી  નિભાવે છે. વધુમાં જણાવ્યું હતુ કે મહિલાઓએ સ્ટેશનનો હવાલો સંભાળ્યા પછી અહીં સફાઈમાં નોંધપાત્ર સુધારો થયો છે.


જયપુરથી દિલ્હી માર્ગ પર એક નાનું રેલવે સ્ટેશન આવેલું છે જેનું નામ ગાંધીનગર છે. જોવામાં તો આ રેલવે સ્ટેશન સામાન્ય છે પરંતુ એક કારણના લીધે આ સ્ટેશન દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. આ સ્ટેશન મુખ્ય લાઇનનું પ્રથમ સ્ટેશન છે. UNએ આ રેલવે સ્ટેશનને મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટી મિસાલ ગણાવી છે.

 

READ  ભારત-શ્રીલંકા મેચ રદ થવાથી BCCI પર લોકોએ ઉઠાવ્યો સવાલ, ગાંગૂલી પણ નારાજ

અહિંયાથી ઘણી ટ્રેનો દિવસ દરમિયાન પસાર થાય છે. ટ્રેનને લીલી ઝંડી બતાવાથી લઈને મુસાફરોને ટિકિટ આપવા તેનું ચેકિંગ કરવા તેમજ સફાઈ કર્મચારીઓમાં પણ મહિલાઓ જ છે. આ જોઈને તમને આશ્ચર્ય જરૂર થશે પરંતુ સાથે ગર્વ પણ થશે. આ મહિલા ટીમ દ્વારા એક મહિનામાં વગર ટિકિટ મુસાફરી કરતા 520 લોકોને પકડવામાં આવ્યા છે. જ્યારે ગયા વર્ષે પુરૂષ કર્મચારી દ્વારા માત્ર 64 મુસાફરોને પકડવામાં આવ્યા હતા. આ સ્ટેશન પર દિવસ દરમિયાન 50થી પણ વધારે ટ્રેન પસાર થાય છે અને 7000 મુસાફરોની આવન-જાવન થાય છે. સ્ટેશનના તમાત કાર્યો યોગ્ય રીતે થાય છે અને આ પ્રકારનું સંચાલન પ્રશંસનીય છે.

READ  મેટ્રો ફેઝ-2: અમદાવાદથી ગાંધીનગરમાં મહાત્મા મંદિર અને ગિફ્ટ સીટી સિવાય આ સ્થળોને પણ જોડશે, વિદ્યાર્થીઓને થશે મહત્તમ લાભ

આ પણ વાંચો: તુલસીના ફાયદાઓ વિશે નથી ખબર તો જાણી લો, આ રોગ માટે અકસીર ઈલાજ છે તુલસી

રેલમંત્રી પીયૂશ ગોયલે પણ ટ્વિટ કરીને આ બાબતે  ક્હ્યું હતુ કે ” રાજસ્થાનના જયપુરમાં ગાધીનગર રેલવે સ્ટેશન ભારતનુ પ્રથમ સ્ટેશન છે જેને દિવસ રાત સંપુર્ણ પણે મહિલા કર્મચારીએ દ્વારા ચલાવવામાં આવે છે. આ સ્ટેશનમાં રોજિંદા કામ સિવાય સુરક્ષા દળમાં પણ મહિલા કર્મચારીઓ જ જવાબદારી નિભાવે છે. આ મહિલા સશક્તિકરણ અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની દિશામાં રેલવેનો એક પ્રયાસ છે.”

READ  ચીનમાં શું આવા જ ધંધા થાય છે? ચીનનાં ઈતિહાસનું સૌથી મોટું ગોલ્ડ કૌભાંડ, 83 હજાર કિલો સોનું નિકળ્યું ખોટુ

 

Oops, something went wrong.
FB Comments