ગાંધીનગર લોકસભામાં આજે યોજાશે ગાંધીયાત્રા, જાણો કેવી રીતે થશે 150 કિમીની યાત્રા

gandhi-sankalp-yatra-gandhinagar-know-how-the-150-km-journey-will-be

ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિતે અલગ અલગ સ્થાનો પર ભાજપ ગાંધી સંકલ્પ યાત્રા કરી રહ્યું છે. ત્યારે 17 નવેમ્બરથી કેન્દ્રીય ગૃહ મંત્રી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના લોકસભા વિસ્તારમાં પણ ગાંધી સંકલ્પ યાત્રા કરવામાં આવશે. કેન્દ્રીય યોજના પ્રમાણે મહાત્મા ગાંધીની 150મી ગાંધી જન્મજયંતી નિમિત્તે સાંસદોને પોતાના મતવિસ્તારમા રેલીનું આયોજન કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જો કે સતત કામગીરીના કારણે અમિત શાહ રેલીમાં હાજર રહી શકે એ શક્ય નથી. પરંતુ ભાજપ દ્વારા ગાંધીનગર લોકસભા માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. 17 તારીખે વસ્ત્રાપુરથી શરૂ થયેલી આ રેલી 19 તારીખ સુધી ચાલશે અને ગાંધી આશ્રમ ખાતે તેનું સમાપન કરવામાં આવશે.

Image result for ગાંધી સંકલ્પ યાત્રા

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન માટે સત્તાના મહામંથન વચ્ચે BMC ચૂંટણીને લઈ નવા મુદ્દા સાથે રાજનીતિ શરૂ

અમિત શાહ કેન્દ્રીય ગૃહ પ્રધાન હોવાના કારણે સતત પોતાના મત વિસ્તારમાં પ્રવાસ કે સંપર્કમાં રહેવું શક્ય નથી. જો કે કેન્દ્રની સૂચનાઓ અને યોજનાઓનું પુરે પુરું પોતાના મતક્ષેત્રના સંપૂર્ણ રીતે પાલન થાય એવો એમનો પ્રયાસ હોય છે અને પોતાના વિસ્તારમાં થતી તમામ ગતિવિધિઓ પર એમની સીધી નજર પણ હોય છે અને એ જ કારણ છે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં યોજાનાર રેલીને લઈને છેલ્લા એક સપ્તાહથી આયોજન કરવામાં આવી રહ્યું હતું.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશે

આ અંગે માહિતી આપતા અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલે કહ્યું કે, 17 નવેમ્બર 4 વાગ્યે યાત્રાનો વસ્ત્રાપુરથી પ્રારંભ થશે. જેનો રૂટ જોઘપુર સુઘીનો રહેશે. રેલીની આગેવાની પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી લેશે. આ પદયાત્રામાં શહેરના હોદ્દેદારો, પ્રદેશના નેતાઓ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી તમામ 7 વિધાનસભાના આગેવાનો અને ધારાસભ્યો હાજર રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતની આ કોલેજો પોતાનાજ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને છે બેદરકાર, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને ગુમાવવી પડી રોજગારીની તક

 

 

જો કે આ પદયાત્રાને 3 ભાગમાં વહેચવામાં આવી છે. 17 તારીખે જોઘપુર ગામ પર યાત્રાનું સમાપન થશે. 18 નવેમ્બર તથા 19 નવેમ્બરે વિધાનસભા તથા વોર્ડ મુજબ યાત્રા ફરશે અને સમાપન ગાંધી આશ્રમ ખાતે કરવામાં આવશે તો રૂટમાં વિવિધ પ્રકારના ગાંધી મેસેજના બેનર, હોર્ડિંગ લગાવવામાં આવશે. ટેબલો ગોઠવવામાં આવશે. ગાંધીજીએ દેશ અને દુનિયાને જે મેસેજ આપ્યો છે, તેની પત્રિકા આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો ગાંધીવિચાર લોકો સુઘી પહોંચે એ માટેનું આયોજન કરાયું છે. મહત્વનુ છે કે, ગુજરાતમાં સૌથી વધુ પદયાત્રા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા કરવામાં આવી છે અને આ યાત્રાઓમાંથી અનેક વખત પ્રદેશ તથા કેન્દ્ર સંગઠન દ્વારા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. લોકસભાની ચૂંટણી વખતે પણ ગાંધીમૂલ્યો પર મનસુખ માંડવીયાએ ભાવનગરમાં પદયાત્રા કરી હતી. ત્યારે ભાજપ સંગઠન દ્વારા સાંસદો માટે તૈયાર કરાયેલા પદયાત્રા કાર્યક્મ મારફતે ગાંધીમૂલ્યો તથા સ્વચ્છતા અંગે સંદેશ આપવાનો પ્રયાસ કરાશે.

READ  Haren Pandya’s wife Jagruti is Gujarat child rights panel chief - Tv9 Gujarati

 

Meet the architectures who have designed world's tallest Umiya temple, Ahmedabad

FB Comments