VIDEO: CM વિજય રૂપાણીના ઘરે ડિનર પાર્ટી, અલ્પેશ અને ધવલસિંહની ભાજપમાં એન્ટ્રીને લઈ થઈ શકે છે નિર્ણય

ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે. આગામી 2 સપ્તાહમાં બંને પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી શકયતા છે. અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાયા બાદ પ્રધાન મંડળનું વિસ્તરણ થઇ શકે છે. અલ્પેશ ઠાકોરને પ્રધાન બનાવવામાં આવે તેવી પણ સંભાવના છે.

આ પણ વાંચોઃ VIDEO: BJP MLA કુંવર પ્રણવ ચેમ્પિયનના હાથમાં એક નહીં 3 બંદૂક, નશામાં નેતાનો ડાન્સ જુઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: બિન અનામત વર્ગના આંદોલનનો બનશ ઉગ્ર!, 'રાજ્યના તમામ ધારાસભ્યોને 4 વાગ્યા સુધીમાં 4 વાગ્યા સુધી પોતાનો પક્ષ રજુ કરવાનું અલ્ટિમેટમ'

 

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બંને નેતાઓ મોટી સંખ્યામાં પોતાના સમર્થકોની હાજરીમાં ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. આજે સાંજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાને ડિનર પાર્ટી યોજાશે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ ડિનર પાર્ટીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ભાજપમાં એન્ટ્રીને લઇને અંતિમ મહોર મારવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments