કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવશે અને ચૂકવાશે વળતર, જુઓ VIDEO

કૃષિ વિભાગના અગ્રસચિવ પૂનમચંદ પરમારે રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો તેમના પાકવીમાના દાવા માટે આગામી 72 કલાકમાં વીમા કંપની જાણ કરે તેવી જાહેરાત કરી છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ અને રાહત કમિશનર કચેરીના અધિકારીઓની એક બેઠક બોલાવી હતી અને કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે ચર્ચા કરી હતી.

 

બેઠકમાં થયેલી ચર્ચા મુજબ જે ખેડૂતોએ પાક વીમો લીધેલો છે, તેમને સરકારે જાહેર કરેલા વીમાકંપનીના ટોલફ્રી નંબર પર આગામી ત્રણ દિવસમાં પોતાની ફરિયાદ નોંધાવવા માટે અપીલ કરવામાં આવી છે. વીમા કંપની ફરિયાદ મળ્યાના 10 દિવસની અંદર અસરગ્રસ્ત ખેડૂતના નુકસાનનો સરવે કરશે અને સરવે પૂર્ણ થયાના 15 દિવસ બાદ ખેડૂતોને વળતર ચુકવવાની શરૂઆત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ખેરાલુનું બેહાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પાર્કિગ એરિયામાં ચાલે છે ઈમરજન્સી સેવા, નથી કોઈ પણ પ્રકારની સગવડ

સરકારે સ્પષ્ટતા કરી છે કે જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો ત્યાં રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓ આજથી જ સરવે શરૂ કરશે અને સરવેને આધારે ખેડૂતને રાજ્ય ડિઝાસ્ટર રાહત ભંડોળના માપદંડ મુજબ રાહત આપવામાં આવશે. સરકારે વધુ સ્પષ્ટતા કરી છે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી નુકસાનનું વળતર આગામી એક સપ્તાહથી જ ચુકવવાનું શરૂ કરવામાં આવશે. જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના વરસાદના નુકસાન પેટે ખેડૂતોને અંદાજે રૂપિયા 150 કરોડની ચુકવણી કરવામાં આવશે.

READ  અમદાવાદ: રિવરફ્રન્ટ પર આયોજીત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ અચાનક કરાયો બંધ, મુલાકાતીઓમાં ભારે નારાજગી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે સરકારના અંદાજ મુજબ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે રાજ્યના 31 જિલ્લાના 156 તાલુકાને અસર થઈ છે અને તેમાં પણ 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Rajkot : Mother jumps into well with four kids, all die - Tv9 Gujarati

 

FB Comments