ગાંધીનગર સચિવાલય નજીક ફરી દીપડાના પગરવ દેખાતાં તંત્ર એક્શનમાં, વન વિભાગ એલર્ટ

Gandhinagar_Tv9News
Gandhinagar_Tv9News

ગાંધીનગરમાં ફરી એકવાર દીપડાના પગલા દેખાતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. અગાઉ દીપડો જ્યાંથી પકડાયો હતો તે વીવીઆઈપી વિસ્તાર રોડ, પુનિતવન અને નર્મદાઘાટ નજીક દીપડાના પગલાં જોવા મળ્યા છે. પુનિતવન અંદર તેમજ બહારની બાજુએ તેમજ રોડથી નર્મદા ઘાટ તરફના વિસ્તારમાં પણ દીપડાના પગલાં જોવા મળ્યા છે.

આ પણ વાંચો : કૌભાંડી વિનય શાહ ક્યારે લવાશે ગુજરાત ?, CID ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો

READ  Girl gangraped at birthday party in Thane; three arrested - Tv9 Gujarati

ફરી એકવાર સચિવાલયમાં દીપડાના પગરવ જોવા મળતા વન વિભાગ દોડતું થઈ ગયું છે. દીપડાના સગડના પગલે પુનિતવનના ગરનાળા નજીક પાંજરું પણ મુકવામાં આવ્યું છે. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

મહત્વનું છે કે થોડાં દિવસ પહેલાં ધનતેરસના દિવસે સચિવાલયમાં દીપડો ઘૂસી જતા વહીવટ ઠપ થઈ ગયું હતું. વન વિભાગની 10 જિલ્લાની ટીમે મહામુસિબતે દીપડો પકડ્યો હતો. ત્યારબાદ થોડા દિવસ પહેલા સાબરમતી નદી પાસે આવેલા પાલજ-બાસણ ગામમાં પણ દીપડો ઘૂસ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

READ  ઝઘડિયાના 10 ગામમાં ઘૂસ્યા પાણી, 400 લોકોનું કરાયું સ્થળાંતર, જુઓ VIDEO

[yop_poll id=”3″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarati writer Kajal Oza Vaidya files defamation complaint against Ashwin Sankdasariya| TV9News

FB Comments