ચણા અને રાયડાના ખેડૂતો માટે સારા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે કરાશે ખરીદી

Gandhinagar: Govt to procure gram and mustard at MSP from April 1 to May 31

ચણા અને રાયડાની ખેતી કરનારા ખેડૂતો માટે સારા સમાચાર છે. મગફળી બાદ હવે રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. પહેલી એપ્રિલથી આ ખરીદી શરૂ થશે. અને 31 મે સુધી સરકાર ખેડૂતોના ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. મહત્વપૂર્ણ છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને લેખિતમાં સૂચનાઓ આપી દીધી છે. તો ટેકાના ભાવે ખરીદી કરવા માટે વિવિધ ખરીદકેન્દ્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે. ચણાની ટેકાના ભાવે કુલ 95 કેન્દ્રો પરથી ખરીદી કરાશે. જ્યારે 35 કેન્દ્રો પરથી રાયડાની ખરીદી કરવામાં આવશે.

READ  રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી 2 લોકોનાં મોત, મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં સત્તા માટે હોર્સ ટ્રેડિગ? જાણો કોંગ્રેસના 8 ધારાસભ્ય ક્યા છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments