ગાંધીનગર: લોકરક્ષક ભરતીમાં અનામત કેટેગરીની મહિલાઓનું પ્રદર્શન, મંજૂરી વગર રેલી કરતા પોલીસે મહિલાઓની કરી અટકાયત

Gandhinagar: LRD exam 2019 : Reserved category women stage protest, demand to cancel merit, detained

LRD મેરિટ લિસ્ટ મામલે ગાંધીનગરની સત્યાગ્રહણ છાવણી ખાતે શરૂ થયેલું મહિલા ઉમેદવારોનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. છેલ્લા એક મહિનાથી ચાલતા આંદોલન બાદ આજે આ મહિલા ઉમેદવારો વિફરી હતી. અને વિધાનસભા તરફ કૂચ કરી હતી. પોલીસે કૂચ કરતી મહિલાઓને અટકાવી તેની ટીંગાટોળી કરીને અને ધક્કા મારીને પોલીસ વાનમાં બેસાડી હતી. જેના કારણે LRDના પરીક્ષાર્થી પૂજા સાગઠિયાને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

READ  જાન્યુઆરી માસમાં રાજ્ય સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે, CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાશે

આ પણ વાંચો: પૂર્વપટ્ટીના આદિવાસી જિલ્લાની કફોડી હાલત, જુઓ પ્રાથમિક સુવિધાથી વંચિત બોડેલીનો આ VIDEO

મહત્વનું છે કે મહિલાના જાહેર થયેલા મેરિટમાં અનામત કેટેગરીની મહિલાનો સમાવેશ ન કરાતા આ મહિલાઓ ધરણા પર બેઠી છે. ત્યારે હડતાળ પર ઉતરેલી આ મહિલા જૂનું મેરિટ લિસ્ટ રદ કરી, નવું મેરિટ લિસ્ટ જાહેર કરવાની માગ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Surat Hooch Tragedy : One more accused arrested - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments