ગુજરાત મોડેલના ગાંધીનગર શહેરમાં પણ રસ્તાઓ બિસ્માર, મેયરનો કોન્ટ્રાક્ટર પર આરોપ, જુઓ VIDEO

પ્રતિકાત્મક તસ્વીર

 

રાજ્યભરમાં ચોમાસા દરમિયાન રસ્તાની ખસ્તા હાલતથી નાગરિકો તો પરેશાન થયા. જો કે હવે તો ખુદ પ્રજાના પ્રતિનિધિઓ પણ બિસ્માર રસ્તાથી પરેશાન હોય તેવું લાગી રહ્યુ છે. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ગાંધીનગર મનપાના મેયરે બિસ્માર રસ્તા મુદ્દે માર્ગ મકાન વિભાગના અધિક સચિવને પત્ર લખવો પડ્યો અને પોતાનો બડાપો ઠાલવ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીમાં CAA વિરોધી અને સમર્થક જૂથ વચ્ચે ભારે હિંસા, 1 હેડ કોન્સ્ટેબલનું મોત

ગાંધીનગરના મેયર રીટા પટેલે રસ્તાની ખસ્તા હાલત અંગે કોન્ટ્રાકટરોને જવાબદાર ઠેરવ્યા અને રસ્તાના સમારકામ મુદ્દે કોન્ટ્રાકટરો દુર્લક્ષ સેવતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો. જો કે મેયરે ચાલુ વર્ષે મનપા દ્વારા રસ્તા પાછળ કરાયેલા 15 કરોડ રૂપિયાના ખર્ચનો હવાલો આપીને કોન્ટ્રાકટરો પર નિશાન તાક્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર પહોંચ્યા સીએમ, જુઓ VIDEO

 

 

ત્યારે બીજી તરફ કોંગ્રેસે મેયરના પત્રને લઈને મેયર સામે જ સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસી કાઉન્સિલર અંકિત બારોટે પત્ર મામલે માત્ર કોન્ટ્રાકટર જ નહીં ખુદ મેયર પણ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસી કાઉન્સિલરનું માનવું છે કે કોર્પોરેશનના શાસક તરીકે મેયર પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વલસાડ: મધુબન ડેમમાં પણીની આવક થતા 7 દરવાજા ખોલવામાં આવ્યા, ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પણીની આવક વધી, જુઓ VIDEO

 

FB Comments