ગાંધીનગર: લાંબડીયા ગામેથી 17 લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, મામલતદારે ગોડાઉન સીઝ કરવા આપ્યા આદેશ

Gandhinagar: Rs. 17 lakh PDS Public Distribution System grain seized from Lambadiya village Gandhinagar lambadiya game thi 17 lakh no sarkari anaaj no jatho jadpayo mamlatdar e godown seized karva aapya aadesh

ગાંધીનગર જિલ્લાના લીંબડીયા ગામેથી સરકારી અનાજના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. સરકારી અનાજને સગેવગે કરવાનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. LCBએ બાતમીના આધારે રેડ કરતાં અનાજનો જથ્થો અને પીકઅપ ગાડી સહિત 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ચોખા, ઘઉં, ખાંડ અને ચણાની દાળનો સમાવેશ થાય છે.

READ  IRCTCથી ટિકિટ બૂક કરતી વખતે જો કરશો આ ભૂલ તો ટિકિટ બૂક તો નહીં થાય અને પૈસા પણ કપાશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે આ જથ્થો ગવર્મેન્ટ ઓફ પંજાબ અને હરિયાણાના માર્કાવાળો છે. મહત્વનું છે કે પાટનગરથી જિલ્લામાં પેટ્રોલિંગ વધારવાનો આદેશ હતો. આ દરમિયાન પોલીસ ડભોડા નજીક તપાસમાં લાગી હતી. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે લીંબડીયા ગામની સીમમાં અનાજનું ગોડાઉન ચાલી રહ્યું છે. જ્યાં તપાસ કરતાં સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાઈ ગયો હતો.

READ  સિંહના સંરક્ષણ માટે હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને રેડિયો કોલર ખરીદવા 123 કરોડ રૂપિયાની જોગવાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પોલીસે તપાસ કરતાં સામે આવ્યું છે કે અમદાવાદના નોબલનગરમાં રહેતા આરોપી રાજેશ ટાંકે આ ગોડાઉન જયેશ પટેલના નામના વ્યક્તિ પાસેથી ભાડે લીધુ હતું. પોલીસે આરોપી રાજેશ ટાંક અને તેના ડ્રાઈવર રાજેન્દ્ર પરમારને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ  વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે કર્યું સંબોધન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: યસ બેન્કના ખાતેદારો અને રોકાણકારો માટે રાહતના સમાચાર, SBIએ 2,450 કરોડનું રોકાણ કરવાની કરી જાહેરાત

FB Comments