રૂપાણી સરકારે લોકસભા ચૂંટણી પહેલાં કર્યું પ્રધાનમંડળનું વિસ્તરણ, જવાહરને કેબિનેટ પ્રધાન તો યોગેશ પટેલ અને હકુભાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજનીતિમાં ભારે ઉતાર ચઢાવ બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ થયું છે. ગાંધીનગરના રાજભવન ખાતે વિજય મૂર્હતમાં આજે ભાજપની શપથવિધી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાએ મંત્રી પદના શપથ લીધા હતા.

આ શપથવિધી કાર્યક્રમમાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા હતા. તમામ 3 મંત્રીઓને રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા.

કોંગ્રેસમાંથી આવેલા જવાહર ચાવડાને કેબિનેટમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જવાહર ચાવડા પછી રાજ્યપાલ ઓ.પી. કોહલીએ યોગેશ પટેલને મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા. આ સિવાય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ મંત્રી તરીકેના શપથ લીધા હતા.

નીતિન પટેલે શપથવિધી કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં વધુ ત્રણ મંત્રીઓનો સમાવેશ થયો છે. કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યોગેશ પટેલે શપથ લીધા છે. હજુ સુધી તેમને ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. સી.કે. રાઉલજીના નામની ચર્ચા પણ હતી. જોકે, તેમણે શપથ લીધા નથી.

આ પણ વાંચો : પક્ષપલટાની રાજનીતિ વચ્ચે કોંગ્રેસને અલ્પેશ ઠાકોર તરફથી રાહત,’કોંગ્રેસ નહીં છોડું, લોકસભા પણ નહીં લડું’

નીતિન પટેલે પોતાની વાત કરતા જણાવ્યું કે, નેતા હોય તો PM જેવા હોવા જોઈએ કહી BJPમાં લોકો જોડાઈ રહ્યા છે. ગઈકાલે જવાહર ચાવડાએ પાક સામેની કાર્યવાહી કરી તેને લઇને પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

Ahmedabad: CID raids shop making duplicate cloth of a branded company in Gheekantha- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

પક્ષપલટાની રાજનીતિ વચ્ચે કોંગ્રેસને અલ્પેશ ઠાકોર તરફથી રાહત,’કોંગ્રેસ નહીં છોડું, લોકસભા પણ નહીં લડું’

Read Next

વડાપ્રધાન મોદીને ફરી થી સત્તામાં લાવવા માટે ઇડરમાં યોજાયો મહાયજ્ઞ, ‘એકબાર ફીર સે મોદી સરકાર’

WhatsApp chat