કરોડોનું કૌભાંડ કરનાર ઠગ વિનય શાહની પત્ની ભાર્ગવીની ધરપકડ, છેતરપિંડી બાદ હતી ફરાર

રોકાણકારો સાથે છેતરપિંડી કર્યા બાદ ઠગ દંપતી વિનય અને ભાર્ગવી શાહ ફરાર થઈ ગયા હતા. વિનય શાહ હાલ નેપાળ પોલીસની કસ્ટડીમાં છે. જોકે, ભાર્ગવી શાહ હાજર થતા સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.

જુઓ વીડિયો: 

રૂ.260 કરોના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહની ધરપકડ કરાઈ છે. કરોડોની છેતરપિંડીના કેસના આરોપી ભાર્ગવી શાહે સીઆઈડી ક્રાઈમ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. રોકાણકારો સાથે છેતરપિંડી કર્યા બાદ ઠગ દંપતી વિનય અને ભાર્ગવી શાહ ફરાર થઈ ગયા હતા. વિનય શાહ હાલ નેપાળ પોલીસની કસ્ટડીમાં છે. જોકે, ભાર્ગવી શાહ હાજર થતા સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેતરપિંડીની ઘટના સૌપ્રથમ અમદાવાદના વસ્ત્રાપુર અને નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી હતી.

આ પણ વાંચો: પુત્રના જન્મદિવસની આ શિક્ષકે એવી ઉજવણી કરી કે સૌ કોઈ બોલી ઉઠ્યા ‘વાહ ઉસ્તાદ વાહ’!

રોકાણકારો સાથે ઠગાઈનો આંકડો વધતા આ સમગ્ર છેતરપિંડીની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ હતી. જે બાદ CID ક્રાઇમે અત્યાર સુધી 558થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. નિવેદનોને આધારે અત્યાર સુધી 4.85 કરોડની છેતરપિંડી થઈ હોવાના આંકડા મળ્યા છે. સીઆઈડી ક્રાઈમે વિનય શાહની ઓફિસની કર્મચારી પ્રગતિ વ્યાસના બે વાહનો જપ્ત કર્યા છે. તો પાલડીના 4 ફ્લેટ જપ્ત કરવા CID ક્રાઈમે અમદાવાદ કલેક્ટરને પત્ર લખ્યો છે. બેલેન્સની વાત કરીએ તો, વિનય શાહની કંપનીના 7 બેન્ક ખાતાઓમાં કુલ મળીને રૂ.10.18 લાખનું બેલેન્સ છે. ભાર્ગવી શાહના 6 બેન્ક એકાઉન્ટમાં 8.46 લાખનું બેલેન્સ છે તો દાનસિંહ વાળા અને તેના પરિવારના 11 બેન્ક એકાઉન્ટમાં 29.70 લાખનું બેલેન્સ છે. વિનયના પુત્ર મોનિલના ડિમેટ ખાતામાં 1.27 કરોડથી વધુના શેર સ્થગિત કરવામાં આવ્યા છે. ભાર્ગવી શાહની ધરપકડ બાદ વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.

ઠગ વિનય શાહની પત્ની ભાર્ગવીની ધરપકડ

કૌભાંડ સામે આવ્યા બાદથી ભાર્ગવી હતી ફરાર
CID ક્રાઇમે અત્યાર સુધી 558થી વધુ લોકોના નોંધ્યા નિવેદન
અત્યાર સુધી 4.85 કરોડની છેતરપિંડી કરી હોવાના મળ્યા આંકડા
વિનય શાહની ઓફિસની કર્મચારી પ્રગતિ વ્યાસના બે વાહનો જપ્ત
પાલડીના 4 ફ્લેટ જપ્ત કરવા CID ક્રાઈમે કલેક્ટરને લખ્યો પત્ર
વિનયની કંપનીના 7 બેન્ક ખાતાઓમાં 10.18 લાખનું બેલેન્સ
ભાર્ગવી શાહના 6 બેન્ક એકાઉન્ટમાં 8.46 લાખનું બેલેન્સ
વિનયના પુત્ર મોનિલના ડિમેટ ખાતામાં 1.27 કરોડથી વધુના શેર કરાયા સ્થગિત
દાનસિંહ વાળા અને તેના પરિવારના 11 બેન્ક એકાઉન્ટમાં 29.70 લાખનું બેલેન્સ

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat: 19/12/2018

FB Comments

Hits: 349

Comments are closed, but trackbacks and pingbacks are open.