ચિકિત્સા ચમત્કાર: રિમોટથી ચાલતો ટેલિરોબોટ કરશે દૂર ગામડામાં રહેતાં દર્દીઓની સર્જરી

robetic surgery_Tv9
robetic surgery_Tv9

અમદાવાદમાં ચિકિત્સા ક્ષેત્રે આજે એક નવો ચમત્કાર સર્જયો વિશ્વનું પ્રથમ ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શન ઓપરેશન કરવામાં આવશે. પદ્મ શ્રીથી સન્માનિત જાણીતા તબીબ ડૉક્ટર તેજસ પટેલ અને સમીર પટેલ ઈન્ટરનેટની મદદથી રોબોટને કમાન્ડ આપશે અને રોબોટ કેથલેબમાં હાજર રહીને દર્દીના શરીરમાં એન્જિયોપ્લાસ્ટિ અને સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.

આ સમયે બંને તબીબો 32 કિલોમીટર દૂર રહીને રોબોને કમાન્ડ આપશે. આ એન્જિયોપ્લાસ્ટિ માટે કરોડોની કિંમતના ખાસ રોબો લાવવામાં આવ્યા છે. જે આજે એક જ દિવસમાં પાંચ ઓપરેશન કરશે. આમ ગુજરાતમાં અમદાવાદ ખાતે ચિકિત્સા ક્ષેત્રે એક મોટો ચમત્કાર સર્જાશે.

આ માટે રોબો દ્વારા જ દર્દીના શરીરમાં બલૂન મુકવામાં આવશે. જેને ડૉ તેજસ પટેલ અને સમીર પટેલ ઈન્ટરનેટની મદદથી કમાન્ડ આપશે અને તેને સફળ રીતે કરવામાં આવશે. ઇમરજન્સી માટે તબીબની ટીમ ઓપરેશન થિયેટરમાં હાજર રહેશે અને કોઇ પણ મુશ્કેલી પહોંચીવળવા માટે તૈયાર રહેશે.

READ  સુરત: સચિનના હોજીવાલામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ, આગ લાગતા નાસભાગ મચી ગઈ

આ પણ વાંચો : 15 ડિસેમ્બરના ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ પર એવું તે શું છે ખાસ કે જિલ્લા કલેક્ટર થી લઈ તમામ અધિકારીઓ દિવસ રાત કરી રહ્યા છે કામ

જો આ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો તબીબ અને દર્દી વચ્ચેનું અંતર પણ ઓછું થઈ જશે. 50 ગામડા વચ્ચે એક કેથલેબ ઉભી કરાય તો શહેરમા બેઠાં બેઠાં રોબોની મદદથી સરળતાથી સિનિયર ડોક્ટર ઓપરેશન કરી શકે છે. જેના માટે ઇન્ટરનેટની મદદથી કમાન્ડ આપી શકાશે.

અમદાવાદમાં ડૉક્ટરની ગેરહાજરીમાં જ એક ઓપરેશન સફળ રહ્યું, દર્દી હોસ્પિટલના કેથલેબમાં હતો. તો પદ્મ શ્રી ડૉક્ટર તેજસ પટેલ હોસ્પિટલથી 30 કિલોમીટર દૂર અક્ષરધામ મંદિર ખાતેથી રોબોટને કોમ્પ્યૂટર પર કમાન્ડ આપતા હતા. જ્યારે રોબોટ ડૉક્ટર તેજસ પટેલના કમાન્ડને ફોલો કરીને હ્યદયરોગની સારવાર કરી રહ્યો હતો.

READ  Ganpati Bappa Morya : Rakhi Sawant celebrates Ganesh Chaturthi - Tv9 Gujarati

આ પણ વાંચો : LRD પેપર લીકનો રેલો ગુજરાતની બહાર 3 રાજ્યો સુધી પહોંચ્યો, 8 લોકોની ધરપકડ

આ પ્રકારની સર્જરીને ટેલી સ્ટેન્ટીંગ કાર્ડિયાક રોબોટિક સર્જરી કહેવાય છે. આ નવી ટેકનોલોજીથી મેડિકલ ક્ષેત્રની સરહદી મર્યાદાઓ દૂર થઈ રહી છે અને આવી સર્જરી અમેરિકામાં થાય છે. પરંતુ અમેરિકા બહાર સૌથી પહેલા અમદાવાદમાં ટેલી સ્ટેન્ટીંગ કાર્ડિયાક રોબોટિક સર્જરી થઈ. આ નવતર ટેકનોલોજી ડૉક્ટર તેજસ પટેલ દ્વારા 9.5 કરોડ રૂપિયા ખર્ચીને વિકસાવવામાં આવી છે.

વાસ્ક્યુલર રોબોટિક્સ સિસ્ટ્મ USFDA પ્રમાણિત છે અને અમેરિકામાં 10થી 12 સ્થળોએ આવી સર્જરી ઉપલબ્ધ છે. તેજસ પટેલ એક મહિનામાં જ 57 જેટલી રોબોટિક સર્જરી કરી ચુક્યા છે. જે પૈકી માત્ર 6 સર્જરીમાં જ ડૉક્ટરને સીધી દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. આ તમામ સર્જરી ડૉક્ટર તેજસ પટેલે તેમની હોસ્પિટલમાં રહીને કરી હતી. પરંતુ પ્રથમ વખત પડકાર જીલતા તેમણે 30 કિલોમીટર દૂરથી સર્જરી કરી છે.

READ  ધો.10ની પરીક્ષામાં દિકરો પાસ થઈ ગયો પરંતુ પરિણામના તમામ વિષયોમાં એક સરખા 35 માર્કસ

[yop_poll id=”125″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Vadodara divided into red, orange, yellow and green zones according to COVID19 cases

FB Comments