પાક વીમાને લઇને સરકારે કરી મહત્વની જાહેરાત

પાક વીમાને લઇને આજે ગૃહમાં સરકારે એક મહત્વની જાહેરાત કરી. ધારાસભ્ય શૈલેષ પરમારના જવાબમાં સરકારે માહીતી આપી અને જણાવ્યું હતું કે 3 હજાર કરોડના પ્રીમિયમ સામે સરકાર 2800 કરોડની ચુકવણી કરશે. જોકે કોંગ્રેસે સરકાર સામે આરોપ મુક્યો હતો કે 2 વર્ષમાં 5600 કરોડનું પ્રીમિયમ કંપનીને ચુકવાયુ હતું, જ્યારે ખેડૂતોને સરકારે માત્ર 3104 કરોડ જ વીમો ચુકવ્યો છે.

READ  ટિકટોક એપ પર પ્રતિબંધના લીધે જાણો કેટલા કરોડનું નુકસાન સહન કરી રહી છે કંપની?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોંગ્રેસના આરોપ સામે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વળતો પ્રહાર કર્યો અને કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરતી હોવાનો આરોપ મુક્યો. તેમણે સ્પષ્ટતા કરી કે પાક વીમાનુ ચુકવણું નુકસાનના આધારે થતુ હોય છે. પાક વીમાને લઇને સરકાર વીપક્ષ આમને સામને આવી ગયા છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોને પાક વીમાનો યોગ્ય લાભ ન મળતો હોવાનો આરોપ મુક્યો. પરેશ ધાનાણીએ વીમા કંપનીઓને 2 વર્ષમાં 3279 કરોડનો નફો કર્યોનો પણ આરોપ મુક્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાહુલ ગાંધીના રાજીનામાં અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું હાસ્યાસ્પદ નિવેદન, જુઓ વીડિયો

આ પણ વાંચો: સુરતમાં બાળકનું અપહરણ કરવા જતા યુવકને લોકોએ ઝડપી પાડ્યો, જુઓ VIDEO

વિપક્ષના આરોપ સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણી મેદાનમાં આવ્યાં અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં કામ કરતી હોવાનો દાવો કર્યો. જોકે પાછલા 10 વર્ષમાં પ્રથમવાર મોટા પાયે વળતર ચુકવવામાં આવશે તેવો દાવો પણ તેઓએ કર્યો.

READ  બનાસકાંઠામાં લૉકડાઉન અને જાહેરનામાનો ભંગ, ખાતર મેળવવા ખેતીવાડી સંઘમાં ખેડૂતોની લાગી લાંબી કતારો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments