શા માટે 15 ડિસેમ્બર પહેલાં શાળા-કોલેજોને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની રેપ્લિકા સ્થાપવાનો આદેશ અપાયો ?

Statue of Unity_ Tv9
Statue of Unity_ Tv9

સરદાર પટેલના નિર્વાણ દિનને આડે હવે માત્ર એક દિવસ બચ્યો છે ત્યારે ગત રોજ 12મી ડિસેમ્બરે રાજ્યના અધિક મુખ્ય સચિવ (ગૃહ) એ એમ તિવારીએ એક પરિપત્ર કર્યો છે. આ પરિપત્રમાં તમામ કલેક્ટર તથા મ્યુનિ. કમિશનરને આદેશ કરાયો છે કે આગામી 15 ડિસેમ્બરે રાજ્યની સ્કૂલ-કોલેજોમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિનું (રેપ્લિકા) અનાવરણ કરવામાં આવે. આ એ પ્રતિકૃતિઓ છે કે જેને સ્ટેટ્યૂ ઑફ યુનિટીના અનાવરણ પહેલાં નિકળેલી ‘એકતા યાત્રા’ દરમિયાન રાજ્યની શિક્ષણ સંસ્થાઓને ભેટમાં આવી હતી.

ગાંધીનગર: ગૃહ મંત્રાલયે શાળા-કોલેજોને આપ્યો આદેશ

શા માટે આદેશ આપવામાં આવ્યો ? 

READ  GUJARAT 20-20 : 31 -12-2015 - Tv9 Gujarati

આ પરિપત્ર શિક્ષણ વિભાગને બદલે ગૃહવિભાગે કર્યો હશે અથવા એમ પણ કહી શકાય કે સરકારના વિભાગો વચ્ચે સંકલનનો જબરદસ્ત અભાવ છે આ પરિપત્રમાં જે સૂચના આપવામાં આવી છે તે પ્રમાણે, દરેક જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનર આ પ્રતિમાઓને સ્થાપિત કરવા માટેના નોડલ ઓફિસર રહેશે.

એટલું જ નહીં સામાન્ય નુકસાન થયું હોય તેવી પ્રતિમાને તાત્કાલિક રિપેર કરાવીને 15 ડિસેમ્બરે જ સ્થાપિત કરવી. જે પ્રતિમા વધુ ખંડિત થઈ છે તેને બરાબર સમારકામ કરાવીને જ સ્થાપિત કરવી. રેપ્લિકાને સ્થાપિત કરવા મોટું પ્લેટફોર્મ બનાવવાની જરૂર નથી, પરંતુ સ્કૂલ-કોલેજના હોલમાં પણ ગોઠવી શકાશે.

READ  રાજકોટ: પાણી મુદ્દે સ્થાનિકોનો કકળાટ, મુખ્યપ્રધાન આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી નથી મળતું પાણી

આ પણ વાંચો : ‘કમળ’ને ઉખાડનાર કમલનાથ બન્યા મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન, પોતાના પ્રથમ ભાષમાં કોંગ્રેસની ત્રણેય પેઢીનો માન્ય આભાર

તેમજ રેપ્લિકાનું રક્ષણ કરવા માટે પણ ખાસ સૂચનો આપવામાં આવ્યા છે, જેમાં ફરતે ભપકાદાર ફેન્સિંગ અથવા ચેઈન અથવા દોરડું ગોઠવી તેને રક્ષણ પૂરું પાડવું

તેમજ આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું તેની પણ એસીએસ (ગૃહ) તિવારીએ સૂચના આપી છે અને શિક્ષણ અગ્રસચિવ અંજુ શર્મા અને શિક્ષણમંત્રીના અગ્રસચિવને આ પરિપત્રની નકલ રવાના કરાઈ છે.

READ  VIDEO: બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો પરેશાન, પહેલા તીડનો આતંક હવે ઈયળોનો આતંક

[yop_poll id=”233″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments