બિસ્માર રસ્તાઓથી પરેશાન થઈને ખુદ ગણેશજીએ જ પુર્યા ખાડા! જુઓ VIDEO

વરસાદ બાદ મુંબઇના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા છે. બે દિવસ બાદ ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) કાર્યકર્તાઓએ અનોખો વિરોધ કર્યો. MNSના એક કાર્યકર્તાએ ગણપતિનું સ્વરૂપ ધારણ કરીને ખાડાઓ પૂર્યા હતા.

આ પણ વાંચો: સ્વિસ બેન્કમાં કેટલા ભારતીયોએ છુપાવ્યુ છે કાળુનાણુ? આજે થશે સૌથી મોટો ખુલાસો

મનસેનો આરોપ છે કે રાજ્યના લોક નિર્માણ વિભાગ અને MMRDA ખાડાઓ પૂરવા માટે ગંભીર નથી. મુંબઇના કેમ્પ નંબર 3ના ઉડાન પુલના પ્રવેશ દ્વારની પાસે મનસેના કાર્યકર્તાઓએ આંદોલન કર્યું. જેમાં ગણપતિ અને મૂષક ખાડાઓ પૂરતા નજરે ચઢ્યા હતા. ગણપતિ બનેલા MNS કાર્યકર્તાએ જણાવ્યુ કે બે દિવસ પછી મારૂ આગમન થવાનું છે તો પણ પ્રશાસન ગંભીર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: દાંતીવાડાના 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યું અનોખું બંધારણ, દીકરીઓ મોબાઇલ રાખશે તો પિતાને થશે આટલા લાખનો દંડ

FB Comments