વર્લ્ડકપ 2019માં રમવા જતાં પહેલા ગૌતમ ગંભીરે કહ્યું ભારતીય ટીમમાં આ ફેરફાર જરૂરી

એક તરફ રાજનીતિનો ખેલ રમી રહ્યા છે તો બીજી તરફ ક્રિકેટ મુદ્દે પોતાનો અભિપ્રાય આપતા ગૌતમ ગંભીરે એક મોટી વાત કરી દીધી છે. ગૌતમે કહ્યું કે વર્લ્ડકપમાં ભારતની ટીમ રમે તે પહેલા એક ખામીને દૂર કરી દેવી જરૂરી છે. તેમણે કહ્યું કે ટીમમાં એક ફાસ્ટ બોલરની જરૂર છે. બે વખત વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમ જૂન મહિનામાં દક્ષિણ આફ્રિમાં 2019નો વર્લ્ડકપનો પહેલો મેચ રમશે.

READ  ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચ આજે સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે, આ સ્ટેડિયમ વિશેની રોમાંચક વાતો જાણવા માટે જુઓ VIDEO

આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ટીમને ધૂળ ચટાડી, વનડે સીરીઝમાં 2-0થી મેળવી લીડ

ગંભીરે કહ્યું કે મને લાગે છે કે ભારતની ટીમમાં વધુ એક ફાસ્ટ બોલરની જરૂર છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભૂવનેશ્વર કુમારને સહયોગની જરૂર છે. તેમણે કહ્યું કે હરફનમૌલા, હાર્દિક પંડ્યા અને વિજય શંકર ટીમનો ભાગ બની શકે છે પરંતુ હું તેના વિશે પૂર્ણ આશ્વસ્ત નથી.

 

READ  આ દિગ્ગજ ખેલાડીએ વિશ્વ કપની દરેક મેચની કરી ભવિષ્યવાણી , કહ્યું કે ભારતને આ ટીમ હરાવી શકે

ગૌતમે એવું પણ કહ્યું કે આ વખતનો વર્લ્ડકપ સારો રહેશે કારણ કે, તમામ ટીમ એક બીજા સાથે આમને-સામને રમવાની છે. જેથી વર્લ્ડકપને એક શ્રેષ્ઠ ટીમ પ્રાપ્ત થવાની છે.

Oops, something went wrong.
FB Comments