ભારતીય ક્રિકેટર્સમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે આક્રોશ, ‘વાત થવી તો જોઇએ, પણ હવે માત્ર યુદ્ધના મેદાન પર જ થવી જોઇએ’

પુલવામા આતંકી હુમલા પર આખો દેશ ગુસ્સામાં છે. બૉલીવુડે રોષ વ્યક્ત કર્યો છે, તો ક્રિકેટ જગતમાંથી પણ તીખા પ્રત્યાઘાત આવી રહ્યા છે.

TEAM INDIAના કૅપ્ટન વિરાટ કોહલીએ આ હુમલાથી પોતાને સ્તબ્ધ બતાવતા શહીદો માટે શોક વ્યક્ત કર્યો છે, તો પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ટ્વીટ કરી તીખી પ્રતિક્રિયા આપી છે. ગંભીરે કહ્યું છે કે વાત થવી તો જોઇએ, પણ હવે માત્ર યુદ્ધના મેદાન પર જ થવી જોઇએ.

વિરાટ કોહલીએ ટ્વીટ કરતા લખ્યું, ‘હું પુલવામા હુમલા વિશે સાંભળીને આઘાતમાં છું. હું શહીદો માટે ઊંડા દિલથી સંવેદનાઓ પ્રગટ કરુ છું અને ઈજાગ્રસ્ત જવાનો માટે પ્રાર્થના કરુ છું કે તેઓ જલ્દીથી સાજા થઈ જાય.’

ગૌતમ ગંભીરે કહ્યું છે કે હવે પાકિસ્તાન સાથે ટેબલ પર નહીં, પણ યુદ્ધના મેદાનમાં વાત થવી જોઇએ. ગંભીરે ટ્વીટ કર્યું, ‘હા, અલગતાવાદીઓ-આતંકવાદીઓ અને પાકિસ્તાન સાથે વાત તો જરૂર થવી જોઇએ, પણ આ વાત ટેબલ પર નહીં, બલ્કે હવે યદ્ધના મેદાનમાં થવી જોઇએ. હવે બસ બહુ થયું.’

પૂર્વ વિસ્ફોટક બૅટ્સમૅન વીરેન્દ્ર સહેવાગે ટ્વીટ કર્યું, ‘વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફ પર કાયરતાપૂર્ણ હુમલો કે જેમાં આપણા બહાદુર જવાનો શહીદ થયા છે, વાસ્તવમાં બહુ પીડા આપી રહ્યો છે. આ દર્દને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. હું દુઆ કરુ છું કે ઘાયલના આરોગ્યમાં જલ્દીથી સુધારો થાય.’

પૂર્વ બૅટ્સમૅન મોહમ્મદ કૈફે કહ્યું, ‘આપણા સીઆરપીએફ જવાનો પર હુમલાની વાત સાંભળી બહુ દુઃખ થયું. હું પ્રાર્થના કરુ છું કે આ કાયર આતંકીઓને વહેલી તકે બોધપાઠ ભણાવવામાં આવશે.’

READ  પુલવામા આતંકી હુમલાથી દુઃખી કંગનાએ રદ કરી SUCCESS PARTY, ‘હવે નિર્ણાયક પગલું ભરવું પડશે, નહિંતર આપણા મૌનને આપણી કાયરતા સમજી લેવાશે’

[yop_poll id=1437]

Oops, something went wrong.
FB Comments