કાશ્મીર મુદ્દે ભારત પાકિસ્તાનના ક્રિકેટરો આવ્યા આમને-સામને, આફ્રિદીને ગૌતમ ગંભીરે આપ્યો જડબાતોડ જવાબ

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના મોદી સરકારના નિર્ણય પર પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે એક વખત ફરી જડબાતોડ જવાબ આપીને આફ્રિદીની બોલતી બંધ કરી દીધી છે.

મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી સમગ્ર પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ છે. ત્યારે શાહિદ આફ્રિદીએ પણ ટ્વિટ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે અને UNના અસ્તિત્વ પર જ પ્રશ્ન ઉભો કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોંગ્રેસ પાર્ટીમાં કલમ 370ને લઈને ફૂટ પડી, જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીના સ્ટેન્ડની વિરુદ્ધમાં જઈને ભાજપના નિર્ણયને આવકાર્યો

આફ્રિદીએ કહ્યું કે UNએ આ મુદ્દા પર કાર્યવાહી કરવી જોઈએ. શાહિદ આફ્રિદીએ ટ્વિટ કરીને કહ્યું કે કાશ્મીરીઓને તેમના બધા જ અધિકાર મળવા જોઈએ. આફ્રિદીના આ ટ્વિટ પર ગૌતમ ગંભીરે પણ જડબાતોડ જવાબ આપ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

READ  મુકેશ અંબાણીને મોટો ઝટકો, એક ઘટનાના લીધે 16,800 કરોડ રુપિયાનું નુકસાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગંભીરે ટ્વિટ કરીને જવાબ આપતા આફ્રિદીને ‘બેટા’ કહીને લખ્યુ કે ત્યા લોકોને ઉશ્કેર્યા વગર હુમલાઓ થઈ રહ્યા છે. ત્યાં માનવતાની વિરૂદ્ધ ગુન્હાઓ પણ થઈ રહ્યા છે. આ મુદ્દાને સામે લાવવા માટે આફ્રિદીની વાહવાહ કરવામાં આવવી જોઈએ પણ તે એક વાતને કહેવાનું ભૂલી ગયા કે આ બધુ જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં થઈ રહ્યુ છે. ગંભીરે આફ્રિદીને બેટા કહીને બોલાવીને લખ્યું કે ચિંતા ના કરો, અમે જલ્દી જ તેનો હલ લાવીશું.

READ  કશ્મીર: મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહીતના કેટલાક નેતાઓને કરવામાં આવ્યા નજરબંધ

 

Oops, something went wrong.
FB Comments