આજે રાત્રે ધાબા પર જવાનું ન ભૂલતા, જોવા મળશે રંગબેરંગી તારાઓની આતશબાજી! જાણો કેટલા વાગે અને કેવી રીતે જોશો?

આકાશમાં આજે ઉલ્કાપાત થશે. ગૂગલે આજે થનારા ઉલ્કાપાત પર ડૂડલ બનાવ્યું છે. આકાશમાં થનારા ઉલ્કાપાતને આજે રાત્રે 9 વાગ્યાથી જોઈ શકાશે!

ગુગલે આજે પોતાના હોમપેજ આજે થનારા Geminid Meteor Showerનું ડૂડલ બનાવ્યું છે. જેમેનિડ મિટિયોર શાવર (ઉલ્કાપાત) ખૂબ ખાસ ખગોળીય ઘટના છે જેને નિહાળવું સૌ કોઈને ગમે તેવું હોય છે. આ ખૂબસૂરત દ્રશ્ય કોઈ ભવ્ય આતશબાજીથી ઓછા નથી હોતા. 

આ જેમિનિડ્સ 78,000 મીલ પ્રતિ કલાકની ઝડપે આકાશમાંથી પસાર થશે. જોકે તેનાથી કોઈ ખતરો નથી અને કોઈ પણ રીતે ડર્યા વિના આ નજારાની મજા માણી શકો છો.

આ પણ વાંચો: કિરણ બેદીએ અધિકારીઓનો લીધો ક્લાસ! તેમના સ્વાગત માટે લાગેલા બેનર જોઈ ભડકી ઉઠ્યા! જુઓ VIDEO

જેમિનિટ મિટિયોર શાવર એક 3 મીલ પહોંચા એસ્ટરૉયડના કારણે બને છે. આ એસ્ટરૉયડને 3200 ફેથૉન નામે ઓળખવામાં આવે છે જે 523 દિવસોમાં એક વાર ધરતીની નજીકથી પસાર થાય છે. સૂર્યની નજીક હોવાના કારણે તેનું તાપમાન 800 ડિગ્રી સુધી પહોંચી જાય છે અને ઝડપી ગતિથી પસાર થવાથી તેમાંથી એક પદાર્થ નીકળે છે જે આસમાની આતશબાજી જેવું દેખાય છે. સામાન્ય રીતે તમામ એસ્ટરૉયડ બરફ, ધૂળ અને પત્થરથી બનેલા હોય છે પરંતુ જેમિનિડ એસ્ટરૉયડ પત્થર અને ધાતુથી બનેલા હોય છે. 

આજે થનારી આ ઘટનાને જોવા માટે કોઈ ટેલિસ્કોપ કે દૂરબીનની જરૂર નથી. રાત્રે 9 વાગ્યા બાદ તેને નરી આંખોથી જોઈ શકાશે. 

Did you like this story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: Science exhibition organized to develop interest of students in Science & other subjects

FB Comments

Hits: 11132

Comments are closed, but trackbacks and pingbacks are open.