જાણો કેવી રીતે EVM મશીન થોડા જ કલાકોમાં અંદાજીત 60 કરોડ મતદારોની ગણતરી કરી લેશે?

23મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે. પહેલા મતદાન બેલેટ પેપર દ્વારા થતું હતું અને તેથી ગણતરી પણ દરેક બેલેટ પેપરની કરવી પડતી હતી. પરંતુ હવે મતદાનમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેથી મતગણતરી કરવી સરળ બની ગઇ છે. તો, ચાલો આપણે જાણીએ કે EVM અને VVPAT દ્વારા કઇ રીતે મતગણના થાય છે.

EVMને VVPATથી જોડવામાં આવ્યું હોય છે અને તેની સ્લિપ્સ સાથે મેળવણી કરવામાં આવે છે. સૌથી પહેલા EVMને CU (કંટ્રોલ યુનિટ) ના રિઝલ્ટ બટનથી મતગણતરી થાય છે. ત્યારબાદ તેના પાંચેય VVPATથી કંટ્રોલ યુનિટથી મળેલા આંકડાઓથી મેળવણી કરવામાં આવે છે.

 

 

તમારા દ્વારા કરવામાં આવેલું મતદાન EVMમાં સંપૂર્ણ સુરક્ષિત હોય છે. મતદાન પૂર્ણ થયા બાદ EVMને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને તેને મતગણતરીના દિવસે જ બહાર કાઢવામાં આવે છે. મતગણતરીના સ્થળ પર રિટર્નિંગ ઓફિસરની સાથે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવાર, ઇલેકશન એજન્ટ અને કાઉંટિંગ એજન્ટ પણ હોય છે અને આ સંપૂર્ણ પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવે છે.

 

આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ

 

EVMની મતગણતરી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થાય છે અને તેના થોડા સમય બાદ EVMની મતગણતરી શરૂ થાય છે. એક સાથે વધારેમાં વધારે 14 EVM દ્વારા મતગણતરી કરી શકાય છે. EVMના કંટ્રોલ યુનિટના રિઝલ્ટ બટન દબાવવાથી કુલ મતોની સંખ્યા જાણવા મળે છે અને સાથે ચૂંટણીમાં ઉભા રહેલા દરેક ઉમેદવારને કેટલા મત મળ્યા છે તે પણ જાણવા મળે છે.

 

Garbage collection van captured disposing trash at public place, VMC slapped fine of Rs. 1 lakh

FB Comments

TV9 Webdesk13

Read Previous

શું વિંગ કમાન્ડર અભિનંદને એવું કહ્યું કે ‘પુલવામામાં હુમલો એ ભાજપનું કાવતરું હતું?’, જાણો આ વાયરલ ખબર પાછળની હકીકત

Read Next

અરૂણાચલ પ્રદેશમાં NPPના ધારાસભ્ય સહિત 11 લોકોની શંકાસ્પદ ઉગ્રવાદીઓએ કરી હત્યા

WhatsApp પર સમાચાર