‘મેગી નૂડલ્સ’ના 10 પેકેટ્સના બદલામાં મળશે 1 પેકેટ ફ્રી! જાણો કેવી રીતે…

Return empty maggi packets, get one packet free

Return empty maggi packets, get one packet free

દેશની સૌથી મોટી ફૂડ કંપની નેસ્લે ઇન્ડિયાએ પોતાની ફ્લેગશિપ બ્રાન્ડ મેગી નૂડલ્સ માટે રિટર્ન સ્કીમ શરૂ કરી છે, જેના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત દેહરાદૂન અને મસૂરીમાં કરવામાં આવી છે.

Nestle Maggi Noodles
Nestle  Maggi’s ‘returns’ offer

પ્રદૂષણના કહેરે આખી દુનિયાને પોતાના ઝપટમાં લીધી છે, પ્લાસ્ટિક અને તેનાથી પર્યાવરણ પર પાડનારા દુષ્પ્રભાવને લઈને લોકો ચિંતિત છે, ત્યારે સૂત્રો પ્રમાણે દેશની સૌથી મોટી ફૂડ કંપની નેસ્લે ઇન્ડિયાએ પોતાની ફ્લેગશિપ બ્રાન્ડ મેગી નુડલ્સ માટે રિટર્ન સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ પ્રમાણે ગ્રાહક મેગી નુડલ્સના 10 ખાલી પેકેટ આપીને દુકાનદાર પાસેથી 1 પેકેટ મેગી ફ્રી મેળવી શકશે, આ સ્કીમ ના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત દેહરાદૂન અને મસૂરીમાં કરવામાં આવી છે અને થોડાજ સમયમાં આ સ્કીમ અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

Our planet is drowning in plastic pollution
Our planet is drowning in plastic pollution

આ સ્કીમથી પર્યાવરણને થતું નુકશાન અટકાવી શકાશે

ગ્રાહક ખાલી પેકેટ ડસ્ટબિન માં ફેંકવાની જગ્યાએ ગમે ત્યાં ફેક્તા હતા જેનાથી પર્યાવરણમાં પ્રદુષણ વધતું હતું, આ સ્કીમ ના કારણે હવે ગ્રાહક મેગી નુડલ્સના ખાલી પેકેટ ગમે ત્યાં ફેંકશે નહિ જેના કારણે પ્રદુષણ ની માત્ર ઘટાડી શકાશે. નેસ્લે ઇન્ડિયા ની સ્કીમના ખાલી પેકેટ્સ એકઠા કરી અને તેને ઠેકાણે કરવાની જવાબદારી ઇન્ડિયન પોલ્યુશન કન્ટ્રોલ એસોશિયેશનની રહેશે।
ઉલ્લેખીય છે કે મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય માં પ્લાસ્ટિકના વપરાશ પર પહેલેથીજ પ્રતિબંધ મુકવામાં આવેલો છે.

 

FB Comments

TV9 Web Desk1

Read Previous

એન્જિન વગરની દેશની સૌપ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન જે જગ્યા લેશે શતાબ્દી એક્સપ્રેસની!

Read Next

Ever thought a smartphone app can save your life?

WhatsApp પર સમાચાર