ગીર-સોમનાથના ઊનામાં ફરી એક વખત દલિતને બેફામ માર, પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ

una kand 2

ગીરસોમનાથના ઉનામાં ફરી દલિત પર અત્યાચારની ઘટના સામે આવી છે. ઊનાના પાલડી ગામના રમેશ મકવાણાએ ફરીયાદ આપી છે. જેમાં તેણે પોતાના ભાઈના રિક્ષામાં થયેલા અકસ્માતઅંગેના ક્લેઈમ માટેના કાગળો લેવા જતાં ઊના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ તેમજ કોન્સ્ટેબલ જયરાજસિંહ ગોહિલે ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચોઃ મોતની રાઈડનો રિપોર્ટઃ ગાંધીનગરમાં બેઠક બાદ કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટનામાં મોટો ખુલાસો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  13 Maldhari families with 1200 cattle migrate to Rajkot in search of water and fodder-Tv9

 

પ્રથમ આ અંગે પીડિતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ હાલ જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પીડિત રમેશે ઊના પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં બંને પોલીસ કર્મચારીઓએ કોઇપણ પ્રકારના કારણો વિના જાતીસૂચક શબ્દો બોલીને અપમાનિત કરીને ઢોર માર માર્યો હોવા અંગે બે પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરાયો છે. ફરિયાદ બાદ સમગ્ર ઘટનાની તપાસ એસસી/એસટી સેલના ડીવાયએસપી બામણિયાને સોંપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments