વાહ! શું ગર્લફ્રેન્ડ છે! બૉયફ્રેન્ડ માટે કરી 85 લાખની ચોરી પણ કેમ, ક્યારે અને ક્યાં? જુઓ VIDEO

પ્રેમીને પાયલોટ બનાવવા માટે પ્રેમિકાએ પોતાના જ ઘરમાં લાખો રૂપિયાની ચોરી કરી. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલી ગીતાંજલી સોસાયટીમાં 1 ડિસેમ્બરના રોજ 21 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. પોલીસની તપાસ દરમિયાન ડુપ્લિકેટ ચાવીથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જેમાં ઘરના જ સભ્યની સંડોવણી હોવાની આશંકા ઉપજી હતી. પોલીસે તપાસ આગળ વધારતા ફરિયાદીની પુત્રી પ્રિયંકાને હેત શાહ સાથે પ્રેમ સંબંધ હોવાનું ખૂલ્યું.

જુઓ વીડિયો: 

ચોંકાવનારી વાત તો એ સામે આવી હતી કે, ચોરીના એક દિવસ પહેલા જ હેત શાહ પાયલોટના અભ્યાસ માટે બેંગલોર ગયો હતો. રાજકોટ પોલીસે બેંગલોર પહોંચીને હેત શાહની પૂછપરછ કરી હતી જેમાં સમગ્ર કેસ પરથી પડદો ઉચકાઈ ગયો હતો. હેત શાહે તેની પ્રેમિકા પ્રિયંકા સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હેત અને પ્રિયંકા પાસેથી 300 તોલા સોનાના દાગીના, 2 કિલો ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 64 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: દુનિયાના એકમાત્ર CM જે છે કેન્સરના દર્દી અને નાકમાં ડ્રીપ લગાવીને પહોંચ્યા જનતાનું કામ કરવા!

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

એરપોર્ટ રોડ પર રહેતા હેત શાહ સીએનો અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે વર્ષ 2015માં કલાસીસમાં આવતી પ્રિયંકા પરસાણા સાથે સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. આરોપી હેત શાહને સીએને બદલે પાયલોટ બનવાનું સ્વપ્ન હતું. આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે 20 લાખ રૂપિયા ઘટતા હતા. આ અંગેની જાણ થતા તેની પ્રેમિકા પ્રિયંકાએ જ ઘરફોડ ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને 1 ડિસેમ્બરે ઘરમાં ચોરી થઈ હોવાનું નાટક રચ્યું હતું. જોકે, રાજકોટ પોલીસે પ્રેમી પંખીડાઓને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.

પ્રેમીને પાયલોટ બનાવવા પ્રેમિકાએ કરી ચોરી
પ્રેમિકાએ પોતાના જ ઘરમાં ચોરી કરી
1 ડિસેમ્બરે નોંધાઈ હતી ચોરીની ફરિયાદ
ભક્તિનગરના ગીતાંજલી સોસાયટીમાં ચોરી
21 લાખ રૂપિયાની થઈ હતી ચોરી
64 લાખથી વધુની માલમત્તા જપ્ત
પ્રેમિકાએ જ બનાવ્યો હતો પ્લાન

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

ONGC pipeline leak leads to panic in Mahemdavad, Kheda - Tv9

FB Comments

Hits: 987

Comments are closed, but trackbacks and pingbacks are open.